“સેક્સ વર્કરો પાસે જનારાને અમેરિકનોએ ચૂંટણી જીતાડી રાષ્ટ્રપતિ બનાવ્યો…”, જાણો કોણે કહ્યું આવું
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા છે. આ ચૂંટણી જીતવાથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા તો પાઠવી છે.
નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છા
ટ્રમ્પની જીત નિશ્ચિત થતા જ નરેન્દ્ર મોદીએ X પર તેમને શુભેચ્છા પાઠવી હતી. આ પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને તેની ઐતિહાસિક જીત માટે દિલથી શુભેચ્છા. તારી પહેલાની ટર્મમાં તે જે રીતે સફળતા દેખાડી હતી એ જ રીતે બીજી ટર્મમાં આપણે સાથે મળીને અમેરિકા-ઇન્ડિયાના સંબંધને વધુ બનાવવીએ એ માટે હું ઉત્સુક છું. આપણે બંને દેશ વચ્ચે વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારી વધારીશું એવી આશા રાખું છું. આપણે સાથે મળીને આપણાં લોકો માટે સારું ભવિષ્ય બનાવીશું, તેમ જ વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ આવે એ માટે કામ કરીશું.’
ધિક્કારપાત્ર માણસને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા: મણિશંકર ઐયર
ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું, 'સૌથી પહેલા મને ખૂબ જ દુખ થાય છે કે... આવા પાત્રનો માણસ, જેનો ઈતિહાસ છે કે તે સેક્સ વર્કરો પાસે જાય છે અને મોં બંધ રાખવા માટે તેમને પૈસા આપે છે. લોકોએ આવા ધિક્કારપાત્ર માણસને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે..."
ડોનાલ્ડ ટ્રમ્પ હિંમતનું પ્રતિક છે: ગૌતમ અદાણી
ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર ભારતીય બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીએ કહ્યું, "જો પૃથ્વી પર કોઈ એવી વ્યક્તિ હોય કે જે અતૂટ દ્રઢતા, અટલ ધીરજ, અથાક નિશ્ચય અને પોતાની માન્યતાઓ પર અડગ રહેવાની હિંમત ધરાવે છે, તો તે ડોનાલ્ડ ટ્રમ્પ છે. અમેરિકાની લોકશાહી તેના લોકોને સશક્ત બનાવે છે અને રાષ્ટ્રના સ્થાપક સિદ્ધાંતોને સમર્થન આપે છે."








