'બિહારમાં SIR દ્વારા ખેલાયેલા ખેલનું પુનરાવર્તન નહીં થવા દઈએ', પરિણામોના વલણ બાદ અખિલેશનું નિવેદન
બિહાર ચૂંટણી પરિણામોના વલણોએ વિપક્ષી પાર્ટીની છાવણીમાં સન્નાટો ફેલાવી દીધો છે. એક તરફ કોંગ્રે

બિહાર ચૂંટણી પરિણામોના વલણોએ વિપક્ષી પાર્ટીની છાવણીમાં સન્નાટો ફેલાવી દીધો છે. એક તરફ કોંગ્રેસ દિલ્હી કાર્યાલયની બહાર મત ચોરીનો આરોપ લગાવતા પોસ્ટરો સાથે વિરોધ કરી રહી છે. તો ઉત્તર પ્રદેશમાં સપાના વડા અખિલેશ યાદવે ફરી એકવાર SIR પર ભાજપ પર હુમલો કર્યો છે.
અખિલેશ યાદવે X-પોસ્ટમાં લખ્યું છે, "બિહારમાં SIR દ્વારા રમાયેલી રમત હવે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, યુપી અને અન્યત્ર પુનરાવર્તન નહીં થાય કારણ કે આ ચૂંટણી ષડયંત્રનો હવે પર્દાફાશ થઈ ગયો છે. અમે તેમને આ રમત રમવા નહીં દઈએ. CCTV ની જેમ, અમારું 'PPTV', જેનો અર્થ 'PDA પ્રહરી' થાય છે, તે સતર્ક રહેશે અને ભાજપની યોજનાઓને નિષ્ફળ બનાવશે. ભાજપ કોઈ દળ (પક્ષ) નહીં પરંતુ છળ (છેતરપિંડી) છે."
https://twitter.com/yadavakhilesh/status/1989223443477536889
બિહારમાં જે ખેલ SIR દ્વારા કરાયો છે તે હવે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, યુપી અને અન્યત્ર પુનરાવર્તન નહીં થવા દઈએ. કારણ કે આ ચૂંટણી ષડયંત્રનો હવે પર્દાફાશ થઈ ગયો છે. અમે તેમને આ રમત રમવા નહીં દઈએ. CCTVની જેમ અમારું 'PPTV', એટલે કે 'PDA પ્રહરી' સતર્ક રહેશે અને ભાજપની યોજનાઓને નિષ્ફળ બનાવશે.






