આકાશ આનંદ ફરી બન્યા માયાવતીના ઉત્તરાધિકારી, નેશનલ કો ઓર્ડિનેટરનું પદ પણ પરત મળ્યું
માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને ફરી એક વખત પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા છે. આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના

માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને ફરી એક વખત પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા છે. આકાશ આનંદને બહુજન સમાજ પાર્ટીના સંયોજક પણ બનાવવામાં આવ્યા છે. એક દિવસ પહેલા જ આકાશ આનંદને ઉત્તરાખંડ પેટા ચૂંટણી માટે પાર્ટીના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હતા.
આકાશ આનંદ માયાવતીના ઉત્તરાધિકારી
➡ આકાશ આનંદની BSPમાં ધમાકેદાર વાપસી
➡આકાશ આનંદને નેશનલ કોઓર્ડિનેટરનું પદ પરત મળ્યું
➡ આકાશ આનંદને માયાવતીના ઉત્તરાધિકારી પણ બનાવવામાં આવ્યા
➡દેશભરમાં BSPને મજબૂત કરવા નીકળશે આકાશ આનંદ
BSPની બેઠકમાં માયાવતીની જાહેરાત
માયાવતીએ રવિવારે લખનૌમાં BSPના તમામ પ્રદેશ પ્રમુખો સાથે સમીક્ષા બેઠક કરી હતી જેમાં આકાશ આનંદ પણ હાજર હતા. બેઠક દરમિયાન આકાશ આનંદે માયાવતીના પગે પડીને આશીર્વાદ લીધા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ભત્રીજાના માથા પર હાથ રાખીને પીઠ થપથપાવી હતી.








