મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અજીત પવારના પાર્થિવ દેહને વિદ્યાપ્રતિષ્ઠાન મેદાનમાં લવાયો, આવતીકાલે થશે અંતિમ સંસ્કાર

બારામતીમાં ચાર્ટર પ્લેન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના

અજીત પવારના પાર્થિવ દેહને વિદ્યાપ્રતિષ્ઠાન મેદાનમાં લવાયો, આવતીકાલે થશે અંતિમ સંસ્કાર

બારામતીમાં ચાર્ટર પ્લેન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતના સમાચાર મળતાં પવાર પરિવાર શોકમાં ડૂબ્યો છે. સાંસદ સુપ્રિયા સુલે અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર પરિવાર જનોને મળતી વખતે રડી પડ્યા હતા. હોસ્પિટલ પરિસરની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. અજિત પવારના પાર્થિવ શરીરને સાંજે અંતિમ દર્શન માટે સંસ્કાર માટે રાખવામાં આવશે, અને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. AAIB અકસ્માતની તપાસ કરી રહ્યું છે.

મહારાષ્ટ્રના બારામતીમાંથી ભાવનાત્મક તસવીરો સામે આવી છે. NCP-SCP સાંસદ સુપ્રિયા સુલે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર પરિવારના સભ્યોને મળતી વખતે રડી પડ્યા હતા. બંને નેતાઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને પરિવારના સભ્યોને ગળે લગાવતી વખતે ખૂબ રડતા જોવા મળ્યા હતા.

પાર્થિવ શરીરને સાંજે 5 વાગ્યે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

અજિત પવારના પાર્થિવ શરીરને આજે સાંજે 5 વાગ્યાથી બારામતી સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં જનતા અને સમર્થકો શ્રદ્ધાંજલિ આપી શકશે. તેમની અંતિમ યાત્રા આવતીકાલે સવારે 9 વાગ્યે  નીકળશે. અને 11 કલાકે અંતિમ સંસ્કાર  કરવામાં આવશે.  

આવતીકાલે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર

નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. અજિત પવારની યાદમાં બારામતીમાં એક સ્મારક બનાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો