શપથ ગ્રહણના દિવસે જ ગઠબંધનમાં વિવાદ, મંત્રી પદને લઇને અજિત પવાર નારાજ
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મોદી સરકાર 3.0નું શપથ ગ્રહણ સમારંભ રા

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મોદી સરકાર 3.0નું શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઇ હતું. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. જોકે, આ પહેલા મહારાષ્ટ્રમાં મંત્રી પદને લઇને વિવાદ ઉભો થયો છે. અજિત પવારે મંત્રી પદને લઇને નારાજગી વ્યક્ત કરી છે.
અજિત પવાર નારાજ
કેબિનેટમાંથી બહાર રહેવા પર NCPના પ્રમુખ અજિત પવારે કહ્યું કે, 'રાજ્ય મંત્રીનું પદ મંજૂરક નથી, શિવસેનાની જેમ અમને પણ પદ મળવું જોઇએ.'
ગઠબંધનમાં કોઇ મતભેદ નથી
NCP પ્રમુખ અજિત પવારે કહ્યું કે, "અમને રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર વિશે સૂચના મળી પરંતુ પ્રફુલ પટેલ ખુદ ભારત સરકારના કેબિનેટ મંત્રી પહેલા રહી ચુક્યા છે. અમને ખુશી છે કે તેમને અમને જાણ કરી પરંતુ તેમના માટે આ પદ લેવું થોડુ મુશ્કેલ છે..જે અટકળો લગાવવામાં આવી રહી છે તે ખોટી છે...કોઇ મતભેદ નથી."
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું હતું?
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે અજિત પવારની NCPને રાજ્ય મંત્રીનું પદ ઓફર કરવામાં આવ્યું હતું પરંતુ તેમને કેબિનેટ બર્થ પર ભાર આપ્યો છે.
શપથ ગ્રહણ સમારંભ પહેલા મંત્રી પદને લઇને રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે વચ્ચે વિવાદ ઉભો થયો હતો. સુનીલ તટકરેએ કહ્યું કે નરેન્દ્ર મોદી કેબિનેટમાં કોઇ રાજ્યસભા સભ્ય નથી પણ લોકસભાના સભ્યને મંત્રી પદ મળવું જોઇએ. સુનીલ તટકરે મહારાષ્ટ્રમાં NCPના અધ્યક્ષ છે અને લોકસભાના સાંસદ છે.
સુનીલ તટકરે NCPના એકમાત્ર એવા નેતા છે જે લોકસભા ચૂંટણી જીતીને આવ્યા છે. અજિત પવારની NCP મહારાષ્ટ્રમાં ચાર બેઠક પર ચૂંટણી લડી હતી જેમાંથી માત્ર રાયગઢ બેઠક પર જ તેને જીત મળી હતી. ભાજપે ખુદને આ મુદ્દાથી દૂર કરી લીધો છે અને NCP પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને આ મામલો હલ કરવા કહ્યું હતું.
પ્રફુલ પટેલે વિવાદ પર શું કહ્યું?
NCP નેતા પ્રફુલ્લ પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "અમને સ્વતંત્ર હવાલાવાળા રાજ્યમંત્રી પદ વિશે માહિતી મળી છે પરંતુ હું પોતે ભારત સરકારનો કેબિનેટ મંત્રી રહી ચૂક્યો છું. અમે ખુશ છીએ કે તેઓએ અમને આ વાતની જાણ કરી, પરંતુ તે પદ લેવું અમારા માટે થોડું મુશ્કેલ છે. જે અટકળો લગાવવામાં આવી રહી છે તે ખોટી છે, ભાજપ અને અમારા વચ્ચે કોઈ મતભેદ નથી. તેમના જોડે ચર્ચા ચાલી રહી છે તેમાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે થોડા દિવસ રાહ જુઓ. અમે તમારા વિશે કેબિનેટ મિનિસ્ટર પદની સમક્ષ કૈક વ્યવસ્થા કરી આપીશું"








