મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મધ્યપ્રદેશના ગુનામાં એરક્રાફ્ટ ક્રેશ, પાયલોટને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

મધ્યપ્રદેશના ગુનામાં એરક્રાફ્ટ ક્રેશ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ બનાવની જાણ થતા જ રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી. ઘાયલ

મધ્યપ્રદેશના ગુનામાં એરક્રાફ્ટ ક્રેશ, પાયલોટને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

મધ્યપ્રદેશના ગુનામાં એરક્રાફ્ટ ક્રેશ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ બનાવની જાણ થતા જ રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી. ઘાયલ પાયલોટને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

આ શિવ એકેડમીનું એરક્રાફ્ટ હતું જેને બંને પાયલોટે ટેસ્ટ ફ્લાઈટ માટે ઉડાડ્યું હતું. કેન્ટ પોલીસ સહિત શિવ એકેડમીના અધિકારીઓ સ્થળ પર હાજર છે. એન્જિન ફેલ થવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમકિ દૃષ્ટિએ સામે આવ્યું છે.

પ્લેન પડતાની સાથે જ બે ટુકડા થઈ ગયા 

મધ્ય પ્રદેશ પોલીસે જણાવ્યું કે ગુના જિલ્લામાં ખાનગી ઉડ્ડયન કંપનીનું બે સીટર પ્લેન ક્રેશ થયું છે જેમાં બંને પાયલોટ ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન લગભગ 1 વાગે ટેકઓફ થયું અને ટેકઓફના 40 મિનિટ બાદ જ એરસ્ટ્રીપ વિસ્તારમાં ક્રેશ થયું. દુર્ઘટના સ્થળની તસવીરો પણ સામે આવી છે જેમાં સફેદ અને વાદળી રંગનું વિમાન જોવા મળે છે જે પડતાની સાથે જ તેના બે ટુકડા થઈ ગયા હતા.

આ સમાચાર શેર કરો