મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા NDAમાં બબાલ, સીટ શેરિંગને લઇને પેચ ફસાયો; શિવસેના-NCPએ માંગી આટલી બેઠક

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હવે થોડા મહિના જ બાકી છે. આ વચ્ચે મહા

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા NDAમાં બબાલ, સીટ શેરિંગને લઇને પેચ ફસાયો; શિવસેના-NCPએ માંગી આટલી બેઠક

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હવે થોડા મહિના જ બાકી છે. આ વચ્ચે મહાયુતિમાં સીટ શેરિંગને લઇને પેચ ફસાઇ રહ્યો છે. જોકે, ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP અજિત પવાર) તરફથી ઓફિશિયલ કઇ કહેવામાં આવ્યું નથી. ખાસ વાત આ છે કે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. કહેવામાં આવે છે કે આ દરમિયાન જ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ સીટની ડિમાન્ડ મુકી હતી.

કોણ કેટલી બેઠક માંગી રહ્યું છે?

એક રિપોર્ટ અનુસાર, શિવસેના 100થી 105 બેઠક પર દાવો રજૂ કરી રહ્યું છે. ભાજપ 160 બેઠક પર ઉમેદવાર ઉતારવા માંગે છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્ત્વ ધરાવતી NCPએ 60થી 80 બેઠક પર ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા બેઠકની કૂલ સંખ્યા 288 છે. આ પહેલા વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણી ભાજપ અને અવિભાજિત શિવસેનાએ સાથે મળીને લડી હતી.

એક પદાધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ દરમિયાન શિવસેનાએ 100થી વધુ બેઠક પર ચૂંટણી વાત કહી છે, તેમને જણાવ્યું કે અમિત શાહ સામે અવિભાજિત શિવસેનાની સાથે સાથે લોકસભા ચૂંટણીમાં પણ પાર્ટીના પ્રદર્શનનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. શિવસેનાએ કહ્યું હતું કે, 'અમને મળનારા મરાઠી અને હિન્દુત્વ વોટ યથાવત રહે.'

શિવસેનાએ કહ્યું, 'પોતાના દમ પર શિવસેના (UBT) વધારે વોટ નહીં લઇ શકે. INDIA બ્લૉકને કારણે તેને વોટ મળશે. જો અમને 100થી વધુ બેઠક મળે છે તો જ અમે શિવસેના (UBT)નો મુકાબલો કરી શકીશું અને મહાવિકાસ અઘાડીને હરાવી શકીશું.' રિપોર્ટ અનુસાર, સુત્રોનું કહેવું છે કે સીટ શેરિંગ ફોર્મૂલા પર આ મહિનાના અંત સુધી મોહર લાગી શકે છે.

રિપોર્ટ અનુસાર, શિવસેનાને 80થી 90 બેઠક અને NCPને 50થી 60 બેઠક મળી શકે છે. ખાસ વાત આ છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર 25 બેઠક પર ભાજપ સાથે ફ્રેન્ડલી ફાઇટના સમાચારનું ખંડન કરી ચુક્યા છે.

આ સમાચાર શેર કરો