મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જયપુરમાં એરપોર્ટ પછી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

દેશમાં લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. આ વચ્ચે દેશમાં કેટલીક જગ્ય

જયપુરમાં એરપોર્ટ પછી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

દેશમાં લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. આ વચ્ચે દેશમાં કેટલીક જગ્યાએ આતંકવાદી હુમલાનો ભય વધી રહ્યો છે. જયપુરમાં એરપોર્ટ પછી હવે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલા દિલ્હી અને અમદાવાદમાં પણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

જયપુરમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

જયપુરની ચાર સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેલ દ્વારા મળેલી ધમકી બાદ પોલીસ દોડતી થઇ છે. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થી અને સ્કૂલના સ્ટાફને સ્કૂલની બહાર કાઢીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ અને ડોગ સાથે પોલીસ ટીમ સ્કૂલમાં પહોંચી ગઇ છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

જયપુર એરપોર્ટને ઉડાવી દેવાની મળી હતી ધમકી

જયપુરમાં આ પહેલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાદ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો પણ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

અમદાવાદની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી

અમદાવાદની કેટલીક સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, તપાસ બાદ આ માત્ર અફવા નીકળી હતી.

ચૂંટણી વચ્ચે દેશમાં પુલવામા જેવા એટેકનો ખતરો! દિલ્હી અને જયપુર બાદ હવે અમદાવાદ એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી

આ સમાચાર શેર કરો