મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઈમાં ઓડિશનના નામે બાળકોને બોલાવ્યા, 20 બાળકોને બંધક બનાવનાર આરોપી ઝડપાયો

મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા એક એક્ટિંગ સ્ટુડિયોમાં એક વ્યક્તિએ ધોળા દિવસે 1

મુંબઈમાં ઓડિશનના નામે બાળકોને બોલાવ્યા, 20 બાળકોને બંધક બનાવનાર આરોપી ઝડપાયો

મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા એક એક્ટિંગ સ્ટુડિયોમાં એક વ્યક્તિએ ધોળા દિવસે 15થી 20 બાળકોને બંધક બનાવ્યા હતા. આ ઘટના બપોરે બની હતી જ્યારે બાળકો ઓડિસન આપવા સ્ટુડિયોમાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ  આરોપીએ સ્ટુડિયો માલિક સાથેના વિવાદને કારણે આવું પગલું ભર્યું હતું. ઘટના દરમિયાન તે બાળકોને ધમકી આપી રહ્યો હોવાનું કહેવાય છે. પોલીસ અને મીડિયા બહાર ભેગા થતા હોબાળો મચી ગયો હતો.

અહેવાલો અનુસાર પવઈના સ્ટુડિયોમાં આશરે 100 બાળકો ઓડિશન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં સ્ટુડિયોમાં કામ કરતા એક વ્યક્તિએ 15થી 20 બાળકોને બંધક બનાવી લીધા હતા. આરોપી એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. અહેવાલો અનુસાર, તે ચાર-પાંચ દિવસથી ત્યાં ઓડિશન કરાવી રહ્યો હતો.

80 બાળકોને પાછા મોકલવામાં આવ્યા

ગુરુવારે ઓડિશન આપ્યા પછી આશરે 80 બાળકોને પાછા મોકલી દીધા અને બાકીના બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા. બાળકો બારીઓમાંથી જોઈ રહ્યા હતા. સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં ઘટનાસ્થળે ગભરાટ ફેલાઈ ગયો. તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી. માહિતી મળતાં  પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને પકડી લીધો અને બધા બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા. આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.

પોલીસે શું કહ્યું?

મુંબઈ પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળેથી બધા બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. પોલીસે રોહિત આર્ય નામના એક વ્યક્તિને અટકાયતમાં લીધો છે. આરોપીએ આવું પગલું કેમ ભર્યું તેની તપાસ કરી રહી છે. 

આ સમાચાર શેર કરો