મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અબુ સાલેમને લાગ્યો એન્કાઉન્ટરનો ડર, કોર્ટમાં કરી ખાસ અપીલ

જેલમાં બંધ 1993ના બોમ્બે સીરિયલ બોમ્બ વિસ્ફોટના દોષી અબુ સાલેમને હત્યા થવાનો ડર લા

અબુ સાલેમને લાગ્યો એન્કાઉન્ટરનો ડર, કોર્ટમાં કરી ખાસ અપીલ

જેલમાં બંધ 1993ના બોમ્બે સીરિયલ બોમ્બ વિસ્ફોટના દોષી અબુ સાલેમને હત્યા થવાનો ડર લાગી રહ્યો છે. અબુ સાલેમને ડર છે કે જેલ ટ્રાન્સફરના બહાને તેની હત્યા થઇ શકે છે. અબુ સાલેમે સ્પેશ્યલ કોર્ટમાં જેલ ટ્રાન્સફર ના કરવાનો આદેશ આપવાની અપીલ કોર્ટને કરી છે. કોર્ટે તેની અરજી પર સુનાવણી કરતા તલોજા જેલ અધિકારીઓને આદેશ આપ્યો કે આગામી આદેશ સુધી અબુ સાલેમની જેલ ટ્રાન્સફર ના કરો.

19 વર્ષ પહેલા પોર્ટુગલથી સમર્પણ બાદ જેલમાં બંધ અબુ સાલેમને આશંકા છે કે જેમ જેમ જેલમાંથી છુટવાનો સમય નજીક આવી રહ્યો છે, તેને અન્ય જેલમાં સ્થળાંતર કરીને તેને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અબુ સાલેમને પોતાના જીવનો ખતરો લાગી રહ્યો છે. અબુ સાલેમે બે હુમલાનો પણ હવાલો આપ્યો છે જેમાં આર્થર રોડ જેલમાં ગેન્ગસ્ટર અને આ કેસમાં એક દોષી મુસ્તફા દોસાની હત્યા કરવામાં આવી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે છોટા રાજનના સહયોગી મુંબઇ સેન્ટ્રલ જેલ, ઓરંગાબાદ સેન્ટ્રલ જેલ, અમરાવતી સેન્ટ્રલ જેલ અને કોલ્હાપુર સેન્ટ્રલ જેલ જેવી વિવિધ જેલમાં બંધ છે. અબુ સાલેમને આશંકા છે કે તે જેલ અધિકારીઓને લાંચ આપાશે અને દબાણ નાખશે,  તેના પર હુમલો કરો.

અબુ સાલેમની અરજીમાં કહેવામાં આવ્યું કે તલોજા જેલના અંડા સેલના અધિકારી સુરક્ષાના કારણોસર અંડા સેલના તૂટવા અથવા સમારકામના બહાને તેને સ્થળાંતર કરવાની યોજના બનાવી રહ્યાં છે.

અરજીમાં કહેવામાં આવ્યુ કે અબુ સાલેમ 15 વર્ષથી તલોજા જેલમાં બંધ છે. તે લગભગ દરેક કેદીને ઓળખે છે અને તેમાંથી કોઇ પણ ગેન્ગસ્ટર સાથે જોડાયેલો નથી જે તેના જીવનમાં ગંભીર ખતરો ઉભો કરી શકે છે. 

આ સમાચાર શેર કરો