મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અબુ આઝમી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ, ઓરંગઝેબ પ્રેમ ભારે પડ્યો

ઓરંગઝેબને લઇને વિવાદિત નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આ

અબુ આઝમી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ, ઓરંગઝેબ પ્રેમ ભારે પડ્યો

ઓરંગઝેબને લઇને વિવાદિત નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્તમાન સત્ર માટે અબુ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ચંદ્રકાંત પાટિલે વિધાનસભા સત્રમાંથી અબુ આઝમીને સસ્પેન્ડ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે અબુ આઝમીને ધારાસભ્ય પદ પરથી હટાવવા જોઇએ ના કે એક સત્ર માટે તેમને સસ્પેન્ડ કરવા જોઇએ.છત્રપતિ શિવાજી પૂજનીય છે અને તેમનું અપમાન કરનારાઓને અમે આસાનીથી જવા નહીં દઇએ.

જોકે, ચંદ્રકાંત પાટિલે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ધારાસભ્યોને એક સત્રથી વધુ સમય માટે સસ્પેન્ડ ના કરી શકાય. અમે તેનું આકલન કરવા માટે સમિતિની રચના કરીશું કે શું ધારાસભ્ય તરીકે અબુ આઝમનીને સસ્પેન્ડ કરી શકાય કે ના કરી શકાય?

વિવાદ બાદ અબુ આઝમીએ  માંગી હતી માફી

ઓરંગઝેબ પર આપવામાં આવેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું. અબુ આઝમીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે હું શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ વિરૂદ્ધ બોલવાનું વિચારી પણ નથી શકતો. વિવાદ વધ્યા બાદ અબુ આઝમીએ માફી પણ માંગી હતી.

અબુ આઝમીએ શું કહ્યું હતું?

અબુ આઝમીએ કહ્યું હતું કે, ઓરંગઝેબના શાસનકાળમાં ભારતની સરહદ અફઘાનિસ્તાન અને બર્મા સુધી પહોંચી ગઇ હતી. મુંબઇના માનખુર્દ શિવાદી નગરના ધારાસભ્ય અબુ આઝમીએ દાવો કર્યો, 'આપણી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વિશ્વના GDPના 24 ટકા હતી અને ભારતને (ઓરંગઝેબના સમયે) સોને કી ચીડિયા કહેવામાં આવતું હતું. 'ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઓરંગઝેબે કેટલાક મંદિર બનાવડાવ્યા હતા. હું તેમને ક્રૂર પ્રશાસક નથી માનતો. છત્રપતિ સંભાજી મહારાજ અને ઓરંગઝેબ વચ્ચે જે યુદ્ધ થયું, તે પ્રશાસનિક સત્તાનો સંઘર્ષ હતો ના કે હિન્દૂ-મુસ્લિમનું યુદ્ધ.'

આ સમાચાર શેર કરો