મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં આમ આદમી પાર્ટીએ જાહેર કરી બીજી યાદી, ભાજપમાંથી આવેલા નેતાને પણ ટિકિટ આપી

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

હરિયાણામાં આમ આદમી પાર્ટીએ જાહેર કરી બીજી યાદી, ભાજપમાંથી આવેલા નેતાને પણ ટિકિટ આપી

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. AAPની બીજી યાદીમાં 9 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપમાંથી આવેલા છત્રપાલ સિંહને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી હરિયાણામાં અત્યાર સુધી 29 ઉમેદવારના નામ જાહેર કરી ચુકી છે. સોમવારે 20 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી હતી. 

ભાજપમાંથી આવેલા નેતાને આપી ટિકિટ

આમ આદમી પાર્ટીએ ફરીદાબાદથી પ્રવેશ મેહતા, રતિયાથી મુખ્તિયાર સિંહ બાજીગરને ટિકિટ આપી છે. AAPની યાદીમાં પ્રોફેસર છત્રપાલ સિંહનું નામ પણ સામેલ છે. છત્રપાલ સિંહ સોમવારે ભાજપમાંથી રાજીનામું આપીને AAPમાં જોડાયા છે.

છત્રપાલ સિંહ તે નેતા છે જે ચૌધરી દેવીલાલને ચૂંટણીમાં હરાવી ચુક્યા છે. 1991માં હિસાર જિલ્લાના ધિરાય હલકાના ચૌધરી દેવીલાલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા ત્યારે કોંગ્રેસ ઉમેદવાર તરીકે છત્રપાલે જીત મેળવી હતી. છત્રપાલ સિંહે કહ્યું કે વારંવાર નજરઅંદાજ કરવામાં આવતા કાર્યકર્તાઓમાં રોષને જોતા તેમને ભાજપનો સાથ છોડવાનો નિર્ણય કર્યો હતો.

હરિયાણામાં તમામ 90 બેઠક પર ચૂંટણી લડશે AAP

હરિયાણામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણીને કારણે પેચ અટવાયો હતો જેને કારણે બન્ને પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શક્યુ નહતું. આમ આદમી પાર્ટીએ સોમવારે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. હરિયાણાના આપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી હરિયાણામાં તમામ 90 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે. મહત્ત્વપૂર્ણ છે કે રાજ્યની તમામ 90 બેઠક પર નોમિનેશનની અંતિમ તારીખ 12 સપ્ટેમ્બર છે.

હરિયાણામાં કયારે છે ચૂંટણી

હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે જ્યારે 8 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો