'મહિલાને ગર્ભપાત માટે પતિની મંજૂરી લેવી જરૂરી નથી', હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
મહિલાઓના શારીરિક અધિકારો અને સ્વાયત્તતાને લઈને દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મ

મહિલાઓના શારીરિક અધિકારો અને સ્વાયત્તતાને લઈને દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે મજબૂર કરી શકાય નહીં અને ગર્ભપાત (Abortion) માટે પતિની સંમતિ લેવી કાયદેસર રીતે અનિવાર્ય નથી.
શું હતો સમગ્ર મામલો?
એક મહિલાએ મેજિસ્ટ્રેટ કોર્ટના તે આદેશને પડકાર્યો હતો, જેમાં તેને ગર્ભપાત કરાવવા બદલ IPC ની કલમ 312 (ગર્ભપાત કરાવવો) હેઠળ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ મહિલા તેના પતિથી અલગ રહી રહી હતી અને તેણે 14 અઠવાડિયાનો ગર્ભ પડાવ્યો હતો. પતિએ આ બાબતે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.
હાઈકોર્ટની મહત્ત્વની ટિપ્પણીઓ
જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે આ મામલે ચુકાદો આપતા ગંભીર અવલોકનો કર્યા કે, મહિલાને તેના પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર છે. ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહીં તે તેનો વ્યક્તિગત નિર્ણય છે. જો કોઈ મહિલાને તેની ઈચ્છા વિરુદ્ધ ગર્ભ ધારણ કરી રાખવા મજબૂર કરવામાં આવે, તો તે તેના માનસિક સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ હેઠળ ગર્ભપાત માટે પતિની પરવાનગી લેવી જરૂરી નથી.
પત્નીની કમાણી અંગે પણ મોટી સ્પષ્ટતા
આ સાથે જ અન્ય એક કેસમાં હાઈકોર્ટે 'ભરણપોષણ' (Maintenance) ને લઈને મહત્ત્વની વાત કહી:
-
માત્ર પતિના કહેવા પર જ પત્ની કમાતી હોય તેવું માની શકાય નહીં. તેના માટે નક્કર પુરાવા રજૂ કરવા પડશે.
-
કોર્ટે નોંધ્યું કે જો પત્ની માત્ર 11માં ધોરણ સુધી જ ભણેલી હોય, તો તે સક્ષમ છે અને કમાઈ શકે છે તેવું ધારી લેવું ઉચિત નથી.








