મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: બીટકોઈન ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને રાહત, હાઈકોર્ટે આપ્યા જામીન

બીટકોઈન ખંડણી કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. નલિ

Ahmedabad news: બીટકોઈન ખંડણી કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને રાહત, હાઈકોર્ટે આપ્યા જામીન

બીટકોઈન ખંડણી કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. નલિન કોટડિયાને રૂપિયા 50 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. પૂર્વ MLA નલિન કોટડિયા, તત્કાલિન SP સહિત 14 આરોપીને ACB કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે હાઈકોર્ટે નલિન કોટડિયાને જામીન આપ્યા છે. આ અગાઉ 9 પોલીસ કોન્સ્ટેબલને પણ ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બીટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માંગવાના કેસમાં નલિન કોટડિયા દોષિત ઠરેલા છે.

આ સમાચાર શેર કરો