મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

₹73 હજાર પગાર મેળવતી પત્ની પતિ પાસે ભરણપોષણ માગી શકે નહીં! હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

ભરણપોષણ (Maintenance)ના કાયદાને લઈને ઉત્તર પ્રદેશની હાઈકોર્ટની લખનઉ બેન્ચ

₹73 હજાર પગાર મેળવતી પત્ની પતિ પાસે ભરણપોષણ માગી શકે નહીં! હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

ભરણપોષણ (Maintenance)ના કાયદાને લઈને ઉત્તર પ્રદેશની હાઈકોર્ટની લખનઉ બેન્ચે એક મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પત્ની સારી એવી નોકરી કરીને દર મહિને ₹73,000 નો પગાર મેળવતી હોય, તો તે પોતાના પતિ પાસેથી ભરણપોષણની માંગણી કરી શકે નહીં.

જસ્ટિસ સૌરભ લવાનિયાની સિંગલ બેન્ચે આ કેસમાં નીચલી પારિવારિક અદાલતના આદેશને રદ કર્યો છે, જેમાં પતિને પત્નીને દર મહિને ₹15000  ભરણપોષણ પેટે ચૂકવવાનો નિર્દેશ અપાયો હતો.

આર્થિક સક્ષમતા 

આ કેસમાં પતિ સોફ્ટવેર એન્જિનિયર છે અને તેમનો માસિક પગાર ₹1.75  લાખથી વધુ છે. જોકે, પત્ની પણ એક વર્કિંગ મહિલા છે અને દર મહિને ₹73000  સેલેરી મેળવે છે, તેમજ તેણે ₹50 લાખથી વધુ કિંમતનો ફ્લેટ પણ ખરીદ્યો છે.

હાઈકોર્ટે આ દલીલને યોગ્ય ગણી કે ભરણપોષણનો કાયદો એવી મહિલાઓ માટે છે જેઓ આર્થિક રીતે અસમર્થ હોય. કોર્ટે કહ્યું કે પત્ની ₹73000 સેલેરી મેળવતી હોવાથી તે પોતાનું ગુજરાન ચલાવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે, તેથી તે પતિ પાસેથી ભરણપોષણની માંગણી કરી શકે નહીં.

બાળકના અધિકારને કોર્ટે સર્વોપરી ગણ્યો

જોકે, કોર્ટે આ સમગ્ર મામલામાં બાળકના અધિકારને સૌથી ઉપર રાખ્યો હતો. કોર્ટે ચુકાદો આપ્યો કે બાળકના ભરણપોષણ અને ખર્ચ માટે પતિ દર મહિને નિર્ધારિત રકમ આપતા રહેશે.

હાઈકોર્ટનો આ ચુકાદો એવા ઘણા પારિવારિક વિવાદો માટે દાખલો સાબિત થઈ શકે છે, જ્યાં સક્ષમ આવક ધરાવતી પત્નીઓ પતિઓ પાસેથી ભરણપોષણની માંગણી કરે છે.

આ સમાચાર શેર કરો