Video: લખનઉના ગોમતીનગરમાં પાર્કિંગમાં આગ, ફાયર વિભાગની 12થી વધુ ગાડીઓ દોડી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગોમતીનગર વિસ્તારમાં આવેલા સહારા શહેરના મુખ્ય ગેટ નજીક પાર્કિંગમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની 12થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ લાગેલું પાર્કિંગ અંદરથી સંપૂર્ણ બંધ હોવાથી આગ લાગવાના ચોક્કસ કારણોની માહિતી મળી શકી નથી. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
જાહેરાત














