Video: માફિયા કોઈ પણ જાતિ-ધર્મ કે પાર્ટીનો કેમ ન હોય, જેલમાં મોકલાશે: અખિલેશ યાદવ

યુપીની લડાઈ હવે કાયદા-વ્યવસ્થાના મુદ્દે ચાલશે તેવા સંકેત સપાના ચૂંટણી ઢંઢેરાથી મળી રહ્યાં છે.ઘોષણાપત્ર જાહેર કરતી વખતે અખિલેશ યાદવે કડક કાયદો અને વ્યવસ્થાનો સંકલ્પ લીધો. તેમણે સ્પષ્ટ વચન આપ્યું કે સરકાર બનવા પર ગુંડાગીરી, માફિયાગીરી અને મહિલાઓ વિરુદ્ધના ગુના કોઈ પણ ભોગે સહન નહીં કરાય. ગુનેગાર ભલે કોઈ પણ જાતિ, ધર્મ કે પક્ષનો હોય, કે પછી પોતાની જ પાર્ટીનો કેમ ન હોય, તેને જેલમાં મોકલાશે. તેમણે કાયદાને રાજકીય પ્રભાવથી ઉપર રાખવાની વાત કરી.
યોગી આદિત્યનાથ સરકાર પર ભૂ-માફિયાઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા અખિલેશે કહ્યું કે કોઈ પણ માફિયાને જમીન પર કબજો કરવા નહીં દેવાય અને તત્કાલ કાર્યવાહી માટે વિશેષ એસટીએફ બનાવાશે. પેપર લીક મામલે અધિકારીઓ અને મંત્રીઓની વ્યક્તિગત જવાબદારી નક્કી કરવાનું વચન પણ અપાયું છે.
માફિયાગિરી, ગુંડાગીરી, બુલ્ડોઝરની કાર્યવાહી સહિતના મુદ્દે છેલ્લા અમુક સમયથી દેશનું સૌથી મોટું રાજ્ય ભારે ચર્ચામાં રહ્યું. 10 વર્ષના યોગી રાજમાં હવે સપા અને ભાજપ વચ્ચે કાયદો-વ્યવસ્થાના મુદ્દે આરપારની શાબ્દિક જંગ જામશે એ વાત નિશ્ચિત છે.















