Video: રેતી માફિયાનો આતંક

મધ્યપ્રદેશના શેઓપુરમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી કરવા ગયેલી વન વિભાગની ટીમ પર રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વન વિભાગની ટીમે ગેરકાયદે રેતી ભરેલો એક ટ્રક જપ્ત કર્યો હતો. આ ટ્રક છોડાવવા માટે રેતી માફિયાએ ટીમ પર હુમલો કર્યો હતો. હુમલામાં બે વનરક્ષકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ ઊઠી રહી છે.
જાહેરાત














