Video: કેમિકલ માફિયાઓનો પર્દાફાશ: 15 લાખનું ટેન્કર જપ્ત, 4 સામે ગુનો

સોર્સ: gstv

બોરીસણા પાસે કેમિકલ માફિયાઓ દ્વારા જમીનમાં જોખમી કેમિકલના ગેરકાયદેસર નિકાલના ખેલનો પર્દાફાશ થયો છે. બોરીસણા ખાતે રાણાસરિયા પોલીપેક પ્રાઈવેટ લિમિટેડ આગળ પ્રદૂષણ બોર્ડની ટીમે અશોક લેલેન્ડના ટેન્કર નંબર GJ 03 BZ 6939 ને રોકી તપાસ કરતા તેમાંથી જોખમી સ્પેન્ટ એસિડ મળી આવ્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 15 લાખ રૂપિયાનું ટેન્કર અને 55,356 રૂપિયાનું એસિડ જપ્ત કરાયું છે. આ એસિડનો જમીન, ભૂગર્ભ જળ કે નદી-તળાવમાં નિકાલ થતો હોવાની આશંકા છે. સમગ્ર મામલે અમદાવાદ અને ઉત્તરપ્રદેશ સહિતના ચાર આરોપીઓના નામ સામે આવતા પોલીસે કેમિકલ નેટવર્કની ઊંડી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત