Video: ખેડા શિક્ષણ વિભાગના પરિપત્રથી વિવાદ, RTE વાલીઓ રોષે ભરાયા

સોર્સ: gstv

ખેડા જિલ્લા શિક્ષણ વિભાગના એક પરિપત્રથી મોટો વિવાદ ઊભો થયો છે. નડીઆદ મહાનગરપાલિકા વિસ્તારના આરટીઇ ના વિદ્યાર્થીઓ માટે માત્ર એસબીઆઈ અને બીઓબી બેંકના ખાતા જ માન્ય ગણાશે તેવા પરિપત્ર સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. સામાન્ય રીતે આરટીઇ ના વિદ્યાર્થીઓના વાલીઓના જે બેંકમાં ખાતા હોય તેમાં જ સહાય ચૂકવાય છે. 2,500થી 3,000 રૂપિયાની સહાય મેળવવા ગરીબ વાલીઓને નવું ખાતું ખોલાવવા ફરજ પાડવામાં આવતા આર્થિક ભારણ વધવાનો મુદ્દો ઉઠ્યો છે. પોતાની કામગીરી અને સાનુકૂળતા માટે ગરીબ પરિવારોને પરેશાન કરાતા હોવાનો વાલીઓનો આક્ષેપ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત