Video: સંગીતકાર ઇસ્માઇલ દરબારની માતાના મૃત્યુ કેસમાં 18 વર્ષે ન્યાય, તબીબી બેદરકારી બદલ ડોક્ટરને 2 વર્ષની સજા

જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારના 70 વર્ષીય માતા જૈતુનબીબી દરબારના મૃત્યુ કેસમાં સુરત કોર્ટે 18 વર્ષ બાદ મોટો ચુકાદો આપતા આરોપી ડોક્ટર પરેશ ભજીયાવાલાને બે વર્ષની સજા ફટકારી છે. જાન્યુઆરી 2009માં ઇસ્માઇલ દરબારના માતાને તાવ અને અન્ય બીમારીઓની સારવાર માટે સુરતના નાનપુરા સ્થિત ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગરમ પાણીની થેલી લાંબો સમય ભૂલી જવાથી તેઓ પીઠ અને હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા અને સમયસર યોગ્ય સારવાર ન મળતા ફેબ્રુઆરી 2009માં તેમનું અવસાન થયું હતું. આ મામલે અઠવા પોલીસે તબીબી બેદરકારીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
જાહેરાત












