Video: ખેડા જિલ્લાના સરગવાળામાં ગેસ પાઈપલાઈનના કામ સામે ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું હોવો આપનો આક્ષેપ

ખેડા જિલ્લાના સરગવાળા ગામે ખેતરોમાંથી ગેસ પાઈપલાઈન નાખવાના કામને લઈને વિવાદ વકર્યો છે. ખેડૂતોની સંમતિ લીધા વિના પાઈપલાઈન નાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે. AAPના જણાવ્યા મુજબ પાઈપલાઈનની કામગીરીથી જમીનને થતા નુકસાન સામે ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. જ્યારે સાત લોકોની ધરપકડ થઈ હોવાનો દાવો કરાયો છે. AAPએ આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતર, ઘટનાની નિષ્પક્ષ તપાસ અને ધરપકડ કરાયેલા લોકોને ન્યાય આપવાની માંગ કરી છે.
જાહેરાત















