Video: ગોધરા પાસે ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી દારૂ ઝડપાયો

સોર્સ: gstv

ગોધરા તાલુકાના અંબાલી નજીક SMCની ટીમે સપાટો બોલાવી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી વડોદરા લઈ જવાતો દારૂ ખોટી નંબર પ્લેટ લગાવેલી સ્વિફ્ટ કારમાંથી પકડાયો છે. તપાસ દરમિયાન કારમાંથી અસલ નંબર પ્લેટ પણ મળી આવી હતી, જેના પરથી ચાલાકીપૂર્વક હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. SMCએ વિદેશી દારૂ અને બિયરના કુલ 1,510 નંગ જપ્ત કર્યા છે. દારૂ અને કાર મળી કુલ 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ મામલે અશોક જાટ અને નર્સિંગારામ જાટની ધરપકડ થઈ છે, જ્યારે મોકલનાર અને મંગાવનાર સહિત કુલ 7 સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત