Video: ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર સંવિધાન બચાવવાનો દાવો

સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર બંધારણીય સંસ્થાઓના દુરુપયોગ દ્વારા વિપક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે બંધારણે દરેકને એક વ્યક્તિ, એક મતનો અધિકાર આપ્યો છે. ગઈકાલે ડીસાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે ઈન્દિરા આવાસ યોજના હેઠળ ૨૫૦ પરિવારોને મકાનો અને સનદ અપાયા હતા, પરંતુ પ્રાણી સંગ્રહાલય બનાવવાના નામે તેમને નોટિસો ફટકારવામાં આવી છે. ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ પાર્ટીએ સંવિધાન બનાવ્યું છે અને કોંગ્રેસ જ સંવિધાનનું રક્ષણ કરશે.
જાહેરાત















