Video: સંસદના સત્ર પહેલા એક જ દિવસે કેબિનેટ અને વિપક્ષની બેઠક

સોર્સ: gstv

સંસદના વિશેષ સત્રની જાહેરાત બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. કેન્દ્ર સરકારે સંસદના બંને ગૃહની બેઠક બોલાવવાનો પ્રસ્તાવ મૂક્યા બાદ મોદી કેબિનેટની બેઠક મળશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ એક્સ  પર માહિતી આપી કે સરકારે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને બંને ગૃહની બેઠક ફરી બોલાવવા વિનંતી કરી છે. પ્રસ્તાવ મુજબ, લોકસભાની બેઠક સોમવાર 30 નવેમ્બર અને રાજ્યસભાની બેઠક બુધવાર 2 ડિસેમ્બરે બોલાવવામાં આવી છે. કામકાજની જરૂરિયાત મુજબ કાર્યવાહી 3 ડિસેમ્બર સુધી ચાલી શકે છે.

શુક્રવારની કેબિનેટ બેઠકમાં સત્રના એજન્ડા, કાયદાકીય કામકાજ, સંભવિત ખરડા અને વિપક્ષના પ્રશ્નોના જવાબ આપવાની રણનીતિ પર મંથન થશે. ભાજપે પણ પોતાની તૈયારીઓ તેજ કરી છે. બીજી તરફ, સત્રની તારીખો જાહેર થતાં વિપક્ષ પણ સક્રિય થયો છે. કોંગ્રેસે બેઠક બોલાવી છે, જેમાં વિશેષ સત્ર દરમિયાન સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવશે.

જાહેરાત

ખાસ તો સીમાંકન બિલ મુદ્દે પડદા પાછળ ચાલી રહેલો સળવળાટ હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યો છે. વિપક્ષની બેઠકમાં મૂળ મુદ્દો એકતા અને સહયોગીઓના એકમતનો રહેશે. અગાઉ વિપક્ષે આક્ષેપ લગાવ્યો હતો કે  સંસદમાં બહુમતિ માટે ભાજપ વિપક્ષના સાંસદોને તોડવા માટે મોટું બજેટ વાપરશે. જો આવી સ્થિતિ સર્જાય તો એક વાત નિશ્ચિત છે કે, ગઠબંધનના બેનર હેઠળ એકસાથે હોવાનો દાવો કરતું વિપક્ષ ફરીથી એકતા માટે સંઘર્ષ કરતુ જોવા મળી શકે. એટલે કે આ સત્ર વિપક્ષી એક માટે પણ એસિડ ટેસ્ટ સમાન બની રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત