VIDEO: લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલ એક એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ
લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલ એક એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ દુર્ઘટના

લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલ એક એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ દુર્ઘટનામાં ૧૫ વિદ્યાર્થીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ગમગીન ઘટનાની તપાસ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એસઆઈટી ની રચના કરી છે. આ તપાસ દળમાં મુખ્ય સચિવ અમૃત અભિજાત અને લખનઉ ઝોનના ADG પ્રવીણ કુમારને સામેલ કરવામાં આવ્યા છે, જેઓ આ દુર્ઘટનાના કારણોની તપાસ કરશે.બીજી તરફ, ફાયર બ્રિગેડની ટીમ ૪૦ મિનિટના વિલંબ બાદ પહોંચતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આસપાસના લોકોએ આરોપ લગાવ્યો કે, દુર્ઘટનામાં લગભગ ૪૦ મિનિટ બાદ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ત્યાં સુધીમાં આગે આખી બિલ્ડિંગને પોતાની લપેટમાં લઈ લીધી હતી. જ્યારે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો, ત્યારે બધું જ બળીને ખાખ થઈ ચૂક્યું હતું. રાજધાનીમાં ફાયર બ્રિગેડના આટલા મોડા પહોંચવા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.


