Video: લખનઉના આઈશબાગ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી: ચાર કિમી દૂરથી દેખાયો કાળો ધુમાડો

લખનઉના બજાર ખાલા વિસ્તારમાં 4 વાગ્યાના અરસામાં આઈશબાગની ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતા સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આગમાંથી નીકળતો કાળો ધુમાડો આશરે ચાર કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાને કારણે આગ વારંવાર ભભૂકી ઉઠી હતી, જેને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ હતી. હાલ પોલીસ અને ફાયર ટીમ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી રહી છે.
જાહેરાત








