મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કર્ણાટકમાં કાલી નદી પર બનેલો પુલ ધરાશાયી, ગોવાને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ

કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં સતત મુશળધાર વરસાદ ચાલુ છે. આ વરસાદ

VIDEO: કર્ણાટકમાં કાલી નદી પર બનેલો પુલ ધરાશાયી, ગોવાને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ

કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં સતત મુશળધાર વરસાદ ચાલુ છે. આ વરસાદ દરમિયાન વધુ એક દુર્ઘટના સર્જાઈ છે. કારવારમાંથી પસાર થતા નેશનલ હાઈવે 66 પર કાલી નદી પર બનેલો પુલ ધરાશાયી થઈ ગયો છે. આ ઘટના રાત્રે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં ડ્રાઈવર સાથે એક ટ્રક નદીમાં પડી ગયો હતો. 

કારવારથી ગોવાને જોડતા શહેરના કોડીબાગ પાસે સ્થિત પુલ તૂટી પડતાં અહીં રસ્તો બ્લોક થઈ ગયો છે. બ્રિજ તૂટી પડવાને કારણે ઉત્તર કન્નડથી ગોવાને જોડતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે કારણ કે આ બ્રિજ હાઈવે 66 પર બનાવવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રશાસનના લોકો ઘટનાસ્થળે હાજર છે. નદીમાં પડી ગયેલા ડ્રાઈવરને માછીમારોએ બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

પુલ ચારે બાજુથી ફિલર પિલર વચ્ચેથી તૂટીને નદીમાં પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બ્રિજ પરથી એક ટ્રક ગોવાથી કારવાર તરફ આવી રહી હતી. ટ્રક નદીમાં પડતાં જ હંગામો મચી ગયો હતો. જોકે ત્યાં હાજર માછીમારોએ ટ્રક ચાલક રાધાકૃષ્ણ નાલા સ્વામી (37)ને બચાવી લીધો હતો. તે કેરળનો રહેવાસી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાઇક અને કાર પસાર થઇ ગઈ 

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે બાઇક અને કાર પર સવાર કેટલાક લોકો પણ તે જ પુલ પરથી પસાર થઇ રહ્યા હતા. જોકે, બ્રિજ ધ્રૂજી જવાની અને તૂટી પડવાની શક્યતા જાણતા જ તેઓ ઝડપથી આગળ વધ્યા હતા પરંતુ ટ્રક પાણીમાં પડી ગયો હતો. પોલીસ સ્થાનિક માછીમારો સાથે બોટ મારફતે અન્ય વાહનોની શોધ કરી રહી છે.

આ સમાચાર સાંભળતા જ ધારાસભ્ય સતીશ સાઈલ અડધી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓ સાથે વાત કરી. જિલ્લા કલેક્ટર લક્ષ્મી પ્રિયા, એસપી એમ. નારાયણ સહિત અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે અને અન્ય સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

આ પુલ 1983માં બનાવવામાં આવ્યો હતો

આ એક જૂનો પુલ હતો. તે 1983માં આ નદી પર બનાવવામાં આવ્યો હતો. તે કર્ણાટક અને ગોવા રાજ્યોને જોડતી મહત્ત્વની કડી સ્વરૂપ હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 66 પર કારવારમાં કુલ 2 પુલ બાંધવામાં આવ્યા હતા. સાવચેતીના પગલારૂપે નવા બ્રિજ પર વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.

નવા પુલની ચકાસણી માટે આદેશ

કાલી નદી પર બનેલો જૂનો પુલ ધરાશાયી થવાને કારણે સરકારે નજીકમાં બનેલા નવા પુલની ગુણવત્તાની ચકાસણી કરવા આદેશો જારી કર્યા છે. આ સંબંધમાં સરકાર દ્વારા ઉત્તરા કન્નડ જિલ્લા પ્રશાસનને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'કારવાર અને સદાશિવગઢને જોડતો કાલી નદી પરનો જૂનો પુલ 07.08.2024ના રોજ સવારે 1:30 વાગ્યે તૂટી પડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે કાલી નદી પરના નવા પુલની સ્થિરતાની તપાસ કરવાની અને વધુ કોઈ ઘટનાને રોકવા માટે તેની ખાતરી કરવાની તાત્કાલિક જરૂર છે.

આ સમાચાર શેર કરો