PMshri યોજના હેઠળ દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલયને કેન્દ્ર સરકારની મંજૂરી
કેન્દ્ર સરકારે શુક્રવારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. કે

કેન્દ્ર સરકારે શુક્રવારે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે PMshri યોજના લાવવામાં આવી છે. તમામ કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોને PMshri શાળા તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જેથી કરીને તેમને મોડલ બનાવી શકાય.
શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવા નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે. આ શાળાઓ એવા જિલ્લાઓમાં ખોલવામાં આવશે જે નવોદય વિદ્યાલય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. આ સિવાય હરિયાણા સાથે કનેક્ટિવિટી વધારવા માટે દિલ્હી મેટ્રોના 26.46 કિલોમીટર લાંબા રિથાલા-કુંડલી કોરિડોરને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે PMshriને નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે લાવવામાં આવી છે. તમામ કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોને PMshri શાળા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેથી કરીને તેમને મોડલ બનાવી શકાય. તેમણે કહ્યું કે નવા કેન્દ્રીય વિદ્યાલયો શરૂ થવાથી દેશભરના 82 હજારથી વધુ વિદ્યાર્થીઓને સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તક મળશે. હાલમાં 1256 કાર્યરત કેન્દ્રીય વિદ્યાલયો છે. તેમાંથી ત્રણ વિદેશમાં છે. જેમાં મોસ્કો, કાઠમંડુ અને તેહરાનનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં 13.56 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
દિલ્હી મેટ્રોના ચોથા તબક્કામાં છઠ્ઠા કોરિડોરને મંજૂરી
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં 248 કિલોમીટર લાંબી મેટ્રોનું કામ કરવામાં આવતું હતું. જ્યારે 2014 થી 2024 સુધીમાં 745 કિમી મેટ્રોનું કામ કરવામાં આવ્યું છે. હાલમાં 1000 કિમી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. દિલ્હીમાં ચાર તબક્કામાં કામ કરવાની યોજના છે. ત્રણ તબક્કામાં 296 કિલોમીટરમાં કામ કરવામાં આવ્યું છે. ચોથા તબક્કામાં છ કોરિડોર બનાવવામાં આવશે. આમાં પાંચ કોરિડોરને મંજૂરી મળી ચૂકી છે. હવે કેબિનેટે છઠ્ઠા કોરિડોરને મંજૂરી આપી દીધી છે. ચોથા તબક્કામાં છઠ્ઠો કોરિડોર 26.462 કિલોમીટર લાંબો હશે. તેમાં 21 સ્ટેશન હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે છઠ્ઠો કોરિડોર દિલ્હી-હરિયાણાની કનેક્ટિવિટી વધારશે. આ કોરિડોર રીઠાલાથી શરૂ થઈને નરેલા-કુંડલી સુધી પહોંચશે. તેનાથી લોકોને ઘણી રાહત થશે.








