મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

 તમિલનાડુમાં મળી 7 ટન નકલી કેરી, જાણો કેવી રીતે બનાવવામાં આવે છે? 

બજારમાં પુષ્કળ પ્રમાણમાં કેરીઓ વેચાઈ રહી છે અને કેરી પ્રેમીઓ જોતા જ તેને ખરીદવા મજબૂર થઈ જાય

 તમિલનાડુમાં મળી 7 ટન નકલી કેરી, જાણો કેવી રીતે બનાવવામાં આવે છે? 

બજારમાં પુષ્કળ પ્રમાણમાં કેરીઓ વેચાઈ રહી છે અને કેરી પ્રેમીઓ જોતા જ તેને ખરીદવા મજબૂર થઈ જાય છે, પરંતુ કેટલાક લોકો આનો ગેરલાભ ઉઠાવી લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે. બજારમાં ઘણી બધી નકલી કેરી આજકાલ વેચાઈ રહી છે. જે લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે, જેનો મોટો ખુલાસો તમિલનાડુથી થયો છે.

હકીકતમાં, તમિલનાડુમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે એક વેરહાઉસમાંથી નકલી કેરીઓ શોધી કાઢી છે, જેનો જથ્થો લગભગ સાડા સાત ટન છે. ત્યારથી, લોકો વિચારવા લાગ્યા છે કે આ નકલી કેરી શું છે અને તેને ખાવી કેટલી જોખમી છે.

નકલી કેરી કેમ કહેવામાં આવે છે?

નકલી કેરીઓ વિશે, એવું ન વિચારો કે તે સંપૂર્ણપણે મશીન દ્વારા બનાવવામાં આવે છે, તેનો અર્થ કંઈક બીજું છે. આ કેરીઓ ઝાડ પરથી તોડી લેવામાં આવે છે પરંતુ પછી કૃત્રિમ રીતે ઝડપથી પકવીને વેચવામાં આવે છે. તેથી જ તેને નકલી કેરી કહેવામાં આવે છે.

સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી

આ નકલી કેરીઓને પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે તેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે કારણ કે તેની મદદથી પકવેલા ફળ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જો કોઈ વ્યક્તિ કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલી કેરી ખાય છે તો તે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

નકલી કેરી કેવી રીતે બનાવવામાં આવે છે 

કેલ્શિયમ કાર્બાઈડ બજારમાં સરળતાથી મળી રહે છે, જે એક પ્રકારના પથ્થર જેવું હોય છે અને તેથી જ લોકો તેને લાઈમસ્ટોન પણ કહે છે. કેલ્શિયમ કાર્બાઈડ વડે કેરીને પકવવા માટે, કાર્બાઈડને કાચી કેરીની વચ્ચે એક કાગળના પેકેટમાં રાખવામાં આવે છે.

કેરીની ટોપલીમાં કેરીને કેલ્શિયમ કાર્બાઈડની આજુબાજુ મુકવામાં આવે છે અને પછી તેને બોરીમાં બંધ કરીને રાખવામાં આવે છે. આ કેરીઓને પવન વગરની જગ્યાએ 3-4 દિવસ સુધી રાખવામાં આવે છે, જેના કારણે તે પાકે છે. કેલ્શિયમ કાર્બાઈડને ભેજના સંપર્કમાં લાવવાથી એસીટીલીન ગેસ બને છે અને કોઈપણ પ્રકારના ફળ પાકે છે.

આ સમાચાર શેર કરો