કફ સિરપ પીધા બાદ 6 બાળકોના મોત, 2 દવાઓ પર તાત્કાલિક લગાવ્યો પ્રતિબંધ
મધ્યપ્રદેશના છિંદવાડાના કોયલાંચલ વિસ્તારમાં 6 માસૂમોના મોતથી હોબાળો થયો છે. આ બાળકોની મૃત્યુના કારણની તપાસમાં કફ સ

મધ્યપ્રદેશના છિંદવાડાના કોયલાંચલ વિસ્તારમાં 6 માસૂમોના મોતથી હોબાળો થયો છે. આ બાળકોની મૃત્યુના કારણની તપાસમાં કફ સિરપ જવાબદાર હોવાનું જાણવા મળ્યું. આ દવાઓ કિડનીને નુકસાન પહોંચાડી રહી છે. હકીકતમાં આ સીરપ શરદી અને ખાંસીથી પીડાતા બાળકોને આપવામાં આવી રહી હતી. આ દવાનો ડોઝ લેવાને કારણે તેમના મૃત્યુ થયા હતા. ભોપાલમાં બે અન્ય દવાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભોપાલમાં તાત્કાલિક 2 કફ સિરપ પર પ્રતિબંધ
કોયલાંચલમાં બાળકોના મોતથી ભોપાલમાં આરોગ્ય વિભાગની પણ સતર્કતા દાખવીને બે કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે. વહીવટીતંત્રે કોલ્ડ્રિફ અને નેક્સ્ટ્રોસ ડીએસ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા મુખ્ય તબીબી અધિકારી ડૉ. મનીષ શર્માએ જણાવ્યું હતું કે ભોપાલમાં બંને કફ સિરપ પર પ્રતિબંધ રહેશે. આ દવાઓ ભોપાલના આરોગ્ય કેન્દ્રોને પૂરી પાડવામાં આવતી નથી.
પહેલો કેસ ક્યારે નોંધાયો?
મધ્ય પ્રદેશમાં કફ સિરપથી 20 સપ્ટેમ્બરના રોજ અચાનક મોતની ઘટનાઓ બની હતી. પારસિયા, ઉમરેઠ, જટાચપ્પર અને બડકુહીની આસપાસના વિસ્તારોમાં, નાના બાળકોએ તાવ અને શરદીની ફરિયાદ કરી. પરિવારના સભ્યોએ નજીકના સ્ટોર્સમાંથી દવા ખરીદી બાળકોને પીવડાવી હતી. આ દવા પીધા બાદ બાળકો બીમાર પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાગપુરમાં એક બાળકનું મોત થયું હતું.
રિપોર્ટ મુજબ છિંદવાડાના કલેક્ટરે જણાવ્યું કે, બાળકોનું મોત સંક્રમણ કે મહામારીના કારણે થયું નથી. એટલા માટે બાળકોના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. બાળકોના રિપોર્ટમાં પણ કોઈ વાયરસ કે બેક્ટેરિયાની પુષ્ટિ થઈ નહોતી. ત્યારબાદ ICMR દિલ્હી અને ભોપાલની ટીમે તપાસ કરી અને બાળકોની બાયોપ્સી કરાવી. તેમના રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકોની કિડની કફ સિરપ પીવાથી બગડી છે.
કફ સિરપની ઘટના સામે આવ્યા બાદ પ્રશાસને એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે, બાળકોને તાવ આવે કે થોડી પણ તબિયત ખરાબ થવા પર ડોક્ટરની ભલામણ વિના કોઈ દવા ન આપો. બાળકોની સારવાર માટે ફક્ત સરકારી હોસ્પિટલોમાં જ બતાવવા જાઓ.






