નરેન્દ્ર મોદી સહિત ગુજરાતમાંથી ચુંટાયેલા 3 સાંસદો જે વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા
એક સમયે ગુજરાતમાં સાંસદ તરીકે ચુંટાયેલા 3 સાંસદો વડાપ્રધાન બનવામાં સફળ રહયા છે. ગાંધીનગરની બે

એક સમયે ગુજરાતમાં સાંસદ તરીકે ચુંટાયેલા 3 સાંસદો વડાપ્રધાન બનવામાં સફળ રહયા છે. ગાંધીનગરની બેઠક પરથી અટલબિહારી વાજપેયી ૧૯૯૬માં ચુંટાઇને પછી વડાપ્રધાન બન્યા હતા. સૂરતની બેઠક પર પાંચ વખત ચુંટાયેલા મોરારજી દેસાઇ ઇન્દેરા ગાંધીની કટોકટી પછીના રાજકિય માહોલમાં ૧૯૭૭માં યોજાયેલી લોકસભા ચુંટણી પછી જનતા સરકારના વડાપ્રધાન બનવાની તક મળી હતી.
જો કે એ જાણીને નવાઇ લાગશે કે સાબરકાંઠાની બેઠક પરથી ચુંટાતા ગુલઝારી લાલ નંદા સતત બે વખત ટુંકા ગાળા માટે વડાપ્રધાન પદ સંભાળવાનો અનુભવ ધરાવે છે. જો કે બંને વખતે તેમને રખેવાળ સરકાર ચલાવી હતી.
ગાંધીનગરની બેઠક પરથી પાંચ ટર્મથી ચુંટાયેલા લાલ કૃષ્ણ અડવાણી ભલે ભાજપ પક્ષના વડાપ્રધાન નથી બની શકયા પરંતુ વાજપેયીની એન ડી એ સરકારમાં તે ઉપ વડાપ્રધાનનો મોભો ધરાવતા હતા અને વાજપેયીની સરકારમાં તેમના ઘણા માન સન્માન અને પહોંચ હતી.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2014ની લોકસભા ચુંટણીમાં વડોદરા અને વારાણસી બે બેઠક પર સાંસદ તરીકે વિજેતા બન્યા હતા. મુખ્યમંત્રીમાંથી પીએમ બન્યા પછી મોદીએ વડોદરા બેઠક પરથી રાજીનામુ આપીને વારાણસીની બેઠક પર સંસદસભ્ય તરીકે જાળવી રાખી હતી.
ગુજરાતના સાંસદો જે વડાપ્રધાન પણ બન્યા હતા
સાંસદનું નામ મત વિસ્તાર વડાપ્રધાનનો કાર્યકાળ
ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા 1 મે 1964 થી જુન 1964
11 જાન્યુઆરી થી 24 જાન્યુઆરી 1966
મોરારજી દેસાઇ સુરત 1977થી 1978
નરેન્દ્ર મોદી વડોદરા 2014 થી વર્તમાન સુધી








