Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 21 Lok Sabha and 10 Rajya Sabha members are included in JPC for 'One Nation One Election'

'વન નેશન વન ઇલેક્શન' માટે JPCમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2024
લાઇવ ટીવીGoogle News
'વન નેશન વન ઇલેક્શન' માટે JPCમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ

‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ ગઈકાલે (17 ડિસેમ્બર) લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલને 'બંધારણ (129મો સુધારો) બિલ 2024' નામ આપવામાં આવ્યું છે. હવે આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યું છે. લોકસભાના અધ્યક્ષ જેપીસીની રચના કરશે.

App Store

'વન નેશન વન ઇલેક્શન' માટે JPCમાં લોકસભામાંથી 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનર્જી, સુપ્રિયા સુલે, શ્રીકાંત એકનાથ શિંદે, સંબિત પાત્રા, અનિલ બલુની, અનુરાગ સિંહ ઠાકુરને JPC સભ્યો તરીકે નિમણુંક કરવામાં આવી છે.

જેપીસીમાં કેટલા સભ્યો હોઈ શકે છે?

જેપીસીમાં કેટલા સભ્યોને સામેલ કરી શકાય છે, તે અંગે લોકસભા અધ્યક્ષ નિર્ણય કરે છે. કમિટીમાં રાજ્યસભા અને લોકસભા બંનેના સભ્યોને સામેલ કરવામાં આવે છે. સામાન્ય રીતે રાજ્યસભાના સભ્યોની સરખામણીમાં લોકસભાના સભ્યો આમાં વધુ હોય છે. કેન્દ્ર સરકાર જેપીસીના રિપોર્ટના આધારે સંશોધિત બિલ ગૃહમાં રજુ કરે છે. વન નેશન-વન ઈલેક્શન બિલ એ બંધારણીય સુધારો છે અને તેના માટે સરકારને વિશેષ બહુમતીની જરૂર છે. તેથી જ કેન્દ્ર સરકાર જેપીસીની મદદથી સર્વસંમતિ બનાવવાની કવાયતમાં લાગી ગઈ છે.

ગઈકાલે લોકસભામાં બિલ રજૂ કરાયું હતું

ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ગઈકાલે (17 ડિસેમ્બર) ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ રજૂ કરાયું હતું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતાં જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો. અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, બિલની તરફેણમાં 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા છે.

શું છે એક દેશ, એક ચૂંટણી બિલ?  

‘એક દેશ, એક ચૂંટણી’ એટલે આખા દેશમાં એકસાથે એક જ દિવસે (અથવા ટૂંકી અવધિમાં) તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી. ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની હોય. સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરનિગમ (મ્યુનિસિપલ કૉર્પોરેશન), નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમયમર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન-વન ઈલેક્શન’.