VIDEO: બિહારમાં 1710 કરોડના ખર્ચે બની રહેલો બ્રિજ ત્રીજી વખત તૂટી પડ્યો
બિહારમાં ફરી એક વખત બ્રિજ ધરાશાયી થયો છે. ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર બની રહેલો ફોરલેન બ્રિજ ત્

બિહારમાં ફરી એક વખત બ્રિજ ધરાશાયી થયો છે. ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર બની રહેલો ફોરલેન બ્રિજ ત્રીજી વખત ગંગા નદીમાં ધ્વસ્ત થઇને તૂટી પડ્યો હતો. સુલ્તાનગંજથી અગુવાની ઘાટ તરફથી પિલર નંબર 9 અને 10 વચ્ચેનો ભાગ ગંગા નદીમાં સમાઇ ગયો હતો. આ બ્રિજનું નિર્માણ એસપી સિંગલા કંપની કરાવી રહી છે. ભાગલપુર જિલ્લાના સુલ્તાનગંજમાં બની રહેલો આ બ્રિજ ખગડિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો છે.
પહેલા પણ તૂટી ચુક્યો છે બ્રિજ
પહેલા પણ ચાર જૂન 2023માં સુલતાનગંજ-અગુવાની નદી પર બની રહેલો બ્રિજ તૂટી ગયો હતો. પુલ પર ફરજ બજાવતા બે ગાર્ડ પણ દૂર્ઘટના બાદ ગાયબ થઇ ગયા હતા. તે સમયે અગુવાની તરફથી નંબર 10,11, 12 ઉપરનું પુરૂ સુપર સ્ટ્રક્ચર પડી ગયું હતું.27 એપ્રિલે 2022માં આ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર નદીમાં તૂટી પડ્યું હતું.
સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના
મહત્ત્વપૂર્ણ છે કે ભાગલપુર-સુલ્તાનગંજ અગુવાની બ્રિજ ઉત્તર અને દક્ષિણ બિહારને જોડનારી બિહાર સરકારની મહત્ત્વાકાંક્ષી પરિયોજના છે. આ પરિયોજના 1710.77 કરોડની છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે 23 ફેબ્રુઆરી 2014માં શિલાન્યાસ કર્યો હતો.








