મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

 'ખોટો સ્પર્શ કર્યો, અશ્લીલ મેસેજ મોકલ્યા....', સ્વામી ચૈતન્યનંદના દુષ્કૃત્યોનો 17 વિદ્યાર્થિનીઓએ કર્યો પર્દાફાશ

દિલ્હી પોલીસે શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં અભ્યાસ કરતી 17 વિદ્યાર્થિનીઓ સ

 'ખોટો સ્પર્શ કર્યો, અશ્લીલ મેસેજ મોકલ્યા....', સ્વામી ચૈતન્યનંદના દુષ્કૃત્યોનો 17 વિદ્યાર્થિનીઓએ કર્યો પર્દાફાશ

દિલ્હી પોલીસે શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં અભ્યાસ કરતી 17 વિદ્યાર્થિનીઓ સાથે થયેલા જાતીય સતામણી અને છેતરપિંડીના આરોપોની તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપી સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પાર્થ સારથીએ EWS શિષ્યવૃત્તિ હેઠળ PGDM અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓને અપશબ્દો કહ્યા હતા. WhatsApp/SMS થકી અશ્લીલ મેસેજ કર્યા હતા. સ્વામીએ વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. શ્રી શૃંગેરી મઠ અને તેની મિલકતોના સંચાલક શ્રી પી.એ. મુરલી વતી 4 ઓગસ્ટ, 2025 ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

4 ઓગસ્ટ, 2025 ના રોજ, શ્રી શૃંગેરી મઠના સંચાલક પી.એ. મુરલીએ આરોપીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે સંસ્થાની કેટલાક મહિલા ફેકલ્ટી અને વહીવટી અધિકારીઓ આરોપીની માંગણી પૂરી કરવા  વિદ્યાર્થિનીઓ ઉપર દબાણ કર્યું હતું. આના કારણે વિદ્યાર્થીનીઓને માનસિક અને શારીરિક હેરાનગતિ થઈ છે.

વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં પીએ મુરલી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી, જેમને ડૉ. સ્વામી પાર્થસારથી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે શ્રીશારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ની વિદ્યાર્થિનીઓ પર જાતીય હુમલો કર્યો હતો. પીડિતો EWS શિષ્યવૃત્તિ હેઠળ PGDM (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ) કોર્સ કરી રહી હતી.

વિદ્યાર્થિનીઓના નિવેદનો નોંધાયા

તપાસ દરમિયાન કુલ 32 વિદ્યાર્થીનીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેમાંથી 17 વિદ્યાર્થીનીઓએ આરોપી પર અપશબ્દોનો ઉપયોગ, અશ્લીલ મેસેજ અને શારીરિક સંપર્કનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ વિરોધ કર્યો ત્યારે કેટલાક ફેકલ્ટી અને વહીવટી અધિકારીઓએ તેમના પર દબાણ કર્યું હતું. 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીએ વિદ્યાર્થીનીઓને ડરાવવા અને દબાણ કરવા માટે લાંબા સમય સુધી પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. આ સૂચવે છે કે આ મામલો ફક્ત એક જ ઘટના પૂરતો મર્યાદિત નથી પરંતુ ઘણાં લાંબા સમયથી આ કોલેજમાં આવું ચાલી રહ્યું હતું.

કાનૂની કાર્યવાહી 

વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, અને તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ અને આરોપીના ઘરે અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. સંસ્થાના સીસીટીવી ફૂટેજની પણ સમીક્ષા કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, આરોપી ફરાર છે. પોલીસે SRISIIM માંથી NVR અને હાર્ડ ડિસ્ક જપ્ત કરી અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલી આપી. માનનીય JMFC, પટિયાલા હાઉસ કોર્ટમાં કલમ 183 BNSS હેઠળ 16 પીડિત વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

છેતરપિંડી અને નકલી રાજદ્વારી નંબરની પુષ્ટિ

તપાસ દરમિયાન, એવું પણ બહાર આવ્યું હતું કે સંસ્થાના ભોંયરામાં એક વોલ્વો કાર પાર્ક કરવામાં આવી હતી. આ કારમાં નકલી રાજદ્વારી નંબર પ્લેટ, 39 UN 1 હતી, અને તેનો ઉપયોગ કથિત આરોપી દ્વારા કરવામાં આવી રહ્યો હતો. કાર જપ્ત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ મામલો અત્યંત સંવેદનશીલ છે અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, તપાસ ચાલુ છે. આરોપી ફરાર છે. પોલીસે કહ્યું છે કે તેની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો