મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહાર ચૂંટણીની ટૂંક સમયમાં થશે જાહેરાત, મુખ્ય ચૂંટણી કમિશ્નર લેશે મુલાકાત

મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના નેતૃત્ત્વમાં ચૂંટણીપંચની એક ટીમ આવતા સપ્તાહ

બિહાર ચૂંટણીની ટૂંક સમયમાં થશે જાહેરાત, મુખ્ય ચૂંટણી કમિશ્નર લેશે મુલાકાત

મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારના નેતૃત્ત્વમાં ચૂંટણીપંચની એક ટીમ આવતા સપ્તાહ દરમિયાન બિહાર પ્રવાસ કરશે. આ પ્રવાસનો ઉદ્દેશ્ય વિધાનસભામાં ચૂંટણી તૈયારીની સમીક્ષા  અને ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવાની છે. દશેરા બાદ ચૂંટણીપંચની મુલાકાત પછી ચૂંટણીની તારીખો જાહેર કરવાનો રસ્તો સ્પષ્ટ થઈ શકશે. તહેવારોની સિઝનોને ધ્યાને રાખીને તારીખો જાહેર કરવામાં આવશે. 

સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્ય ચૂંટણી કમિશ્નરના નેતૃત્વમાં એક ટીમ બિહાર પ્રવાસ યોજશે. એ પછી દિવાળી આસપાસ વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની આશા છે. છઠ પૂજા બાદ મતદાનનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, 5 થી 15 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાન થઈ શકે છે, જેથી 22 નવેમ્બર સુધીમાં નવી વિધાનસભાની રચાઈ શકે. હાલની વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બરે પૂર્ણ થવા જઈ રહ્યો છે. તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.  

30 સપ્ટેમ્બરે અંતિમ મતદાર યાદી જાહેર કરાશે

ચૂંટણી પંચે તહેવારોની સિઝન અને સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને આ રણનીતિ - વ્યૂહરચના અપનાવી છે. વધુમાં, બિહારમાં જારી કરાયેલા ખાસ સઘન સંશોધન (SIR) હેઠળ, રાજ્યમાં અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરે પ્રકાશિત કરવામાં આવશે, જે ચૂંટણી પ્રક્રિયાને ઝડપી બનાવશે. ECI એ પહેલાથી જ બૂથ-લેવલ એજન્ટો (BLA) માટે તાલીમ કાર્યક્રમો શરૂ કરી દીધા છે, જેમાં 280 થી વધુ એજન્ટો ભાગ લઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો