મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નાનપણમાં પિતાને ગુમાવનારી 15 વર્ષની પ્રીતિસ્મિતાએ બનાવ્યો વિશ્વ રેકોર્ડ, જીત્યો ગોલ્ડ મેડલ

ઓડિશાના પછાત વિસ્તાર ઢેંકનાલની 15 વર્ષની વેઈટલિફ્ટર પ્રિતસ્મિતા ભોઈએ પેરુની

નાનપણમાં પિતાને ગુમાવનારી 15 વર્ષની પ્રીતિસ્મિતાએ બનાવ્યો વિશ્વ રેકોર્ડ, જીત્યો ગોલ્ડ મેડલ

ઓડિશાના પછાત વિસ્તાર ઢેંકનાલની 15 વર્ષની વેઈટલિફ્ટર પ્રિતસ્મિતા ભોઈએ પેરુની રાજધાની લિમામાં ઈતિહાસ રચ્યો છે. તેણે વર્લ્ડ યુથ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રિતસ્મિતાએ 40 કિગ્રા વજન વર્ગમાં કુલ 133 (57+76) કિગ્રા વજન ઉપાડ્યું. તેણે ક્લીન એન્ડ જર્કમાં 76 કિલો વજન ઉઠાવીને 75 કિલોગ્રામનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. ઓડિશાની જ્યોશના સાબરે સમાન વજન વર્ગમાં કુલ 125 કિગ્રા વજન સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

વિશ્વ રેકોર્ડ બનાવનાર પ્રથમ યુવા મીરાબાઈ ચાનું પછી બીજા ક્રમે છે અને યુવા વર્ગમાં વિશ્વ રેકોર્ડ બનાવનાર પ્રિતસ્મિતા દેશની પ્રથમ વેઈટલિફ્ટર છે. ચાનુએ સિનિયર કેટેગરીમાં ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

બાળપણમાં પિતા ગુમાવ્યા, માતાએ સંઘર્ષ કરીને ઉછેર્યા


બે વર્ષની ઉંમરે  પ્રિતસ્મિતાએ પિતાનો પડછાયો ગુમાવ્યો હતો, જ્યારે કોચે તેને શાળામાં દોડતી જોઈ તો તેની માતાને વેઈટલિફ્ટર બનવા વિનંતી કરી હતી.  જ્યારે તેણીના પિતાનો પડછાયો દૂર થઈ ગયો ત્યારે તેની માતા પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. તેમણે તેમની બંને દીકરીઓનો પિતા તરીકે સંઘર્ષ કરીને ઉછેર કર્યો અને ઠેંકનાલની કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ કરાવ્યો હતો. જ્યારે કોચ ગોપાલ કૃષ્ણ દાસે બંને બહેનોને સ્કૂલમાં દોડતી જોઈ, ત્યારે તેમણે તેમને વેઈટલિફ્ટર બનાવવાનું નક્કી કર્યું હતું. 

બહેન રાષ્ટ્રીય ચંદ્રક વિજેતા 


ગોપાલે જણાવ્યું કે તેઓ કેન્દ્રીય વિદ્યાલયની સ્કૂલ મીટમાં ગયા હતા. અહીં બે બહેનો મોટી વિદુસ્મિતા અને નાની પ્રિતસ્મિતાને દોડમાં જોઈ હતી. બન્ને બહેનો 100, 400 મી. રેસમાં પ્રથમ અને દ્વિતીય આવી હતી. ગોપાલ કૃષ્ણ દાસને લાગ્યું કે આ બન્ને બહેનોને વેઈટ લિફ્ટર બનાવી શકાય છે. પછી તેમણે તેમની માતા જમુના દેવી સાથે વાત કરી હતી. ત્યારે તે સમયે તેમની દીકરીઓ  વેઈટ લિફ્ટિંગ કરવા માટે તૈયાર ન હતી. સમજાવાટ પછી તેઓ સંમત થયા હતા. વિદુસ્મિતાએ નેશનલ યુથ વેઈટલિફ્ટિંગ, ખેલો ઈન્ડિયામાં પણ મેડલ જીત્યા છે.

આ સમાચાર શેર કરો