સ્મૃતિ ઈરાની સહિત મોદી સરકારના 15 મંત્રીઓની ભૂંડી હાર, જાણો કેટલા મંત્રીઓ થયા પાસ?
લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થઈ ગયા હતા. જેમાં ભાજપના 400 પ્લસના દાવા પોકળ સાબિ

લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થઈ ગયા હતા. જેમાં ભાજપના 400 પ્લસના દાવા પોકળ સાબિત થયા છે. અને જનતાએ પોતના મતથી જવાબ આપી દીધો છે. લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો મોદી સરકારના પાંચ કેબિનેટ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સ્મૃતિ ઈરાનીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય રાજ્ય કક્ષાના મંત્રીઓની પણ હાર થઈ છે. તો કેટલાક મંત્રીઓ જીત્યા તો ખરાં પણ તેની જીતનું માર્જિન ખૂબ જ ઓછું રહ્યું છે.
ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો
લોકસભા ચૂંટણી-2024ના પરિણામોમાં ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો થયો છે. આંકડાઓ અનુસાર એનડીએ ગઠબંધન ભલે બહુમતનો આંકડો પાર કરી ગયો હોય, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતીથી દૂર જણાઈ રહ્યું છે. ભાજપના ઘણા મોટા નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ પણ હારનો સ્વાદ ચાખ્યો છે. જેમાં કેટલાક કેબિનેટ મંત્રીઓ પણ સામેલ છે.
મોદી સરકારના એવા ઘણા મંત્રીઓને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે કે, જેઓ પોતાની ખુરશી પણ બચાવી શક્યા નથી. કેટલાક નેતાઓએ ખૂબ જ ઓછા માર્જિનથી જીત થઈ છે.
અમેઠી સીટ પરથી સ્મૃતિ ઈરાનીને 1.6 લાખ મતથી હાર મળી છે. તિરુવનંતપુરમ પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને કોંગ્રેસના શશી થરૂર સામે 16077 વોટથી હાર મળી.
ખીરીથી બેઠક પરથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને સમાજવાદી પાર્ટીના ઉત્કર્ષ વર્માના હાથે 34 હજારથી વધુ મતે હારનો સ્વાદ ચાખવો પડ્યો.
પશ્ચિમ બંગાળની બાંકુરા બેઠક પર શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ સરકાર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અરૂપ ચક્રવર્તી સામે 32,778 મતોના માર્જિનથી હારી ગયા.
ખુંટી બેઠક પરથી કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અને વર્તમાન સાંસદ અર્જુન મુંડા ઝારખંડની આ બેઠક પરથી 1.4 લાખ મતે હારી ગયા.
બાડમેર બેઠક પરથી કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી પણ હારી ગયા છે.
કેન્દ્રીય મંત્રી ભગવંત ખુબાને બિદરમાં કર્ણાટકના મંત્રી ઈશ્વર ખંડ્રેના પુત્ર સાગર ખંડ્રેએ હરાવ્યા.
નીલગીરી બેઠક પરથી કેન્દ્રીય મંત્રી એલ મુરુગન 2.40 લાખ મતથી ડીએમકેના એ રાજા સામે હારી ગયા.
કૂચ બિહાર બેઠક પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ ટીએમસીના ઉમેદવાર સામે 39 હજાર મતોથી હારી ગયા હતા.
કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન મુઝફ્ફરનગર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના હરેન્દ્ર સિંહ મલિક સામે 24,000 થી વધુ મતોથી હારી ગયા.
મોહનલાલગંજ બેઠક ઉપર આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આર.કે. સામે હારી ગયા.
ચંદૌલી બેઠક પર કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડે સપાના બિરેન્દ્ર સિંહ સામે 21,565 મતોથી પરાજય થયો હતો.
મહારાષ્ટ્રની ભિવંડી લોકસભા બેઠક ઉપર પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ પાટીલ NCP (શરદ જૂથ) ના સુરેશ ગોપીનાથ મ્હાત્રે સામે હારી ગયા.
જાલના બેઠક ઉપર કોંગ્રેસના કલ્યાણ વૈજનાથ રાવ કાલેએ ભાજપના નેતા અને રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેને 109,958 મતોના માર્જિનથી હરાવ્યા.
ડિંડોરી બેઠકથી NCP (શરદ જૂથ) ના ભાસ્કર ભગરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ભારતી પવારને 1,13,199 મતોથી હરાવ્યા છે.








