મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરીના નામે 10 લાખની છેતરપિંડી, ગેંગના 3 આરોપીને પોલીસે દબોચ્યા

ઇન્કમ ટેક્સ વિભાગમાં નકલી નોકરીઓ અપાવવાનું બહાનું કાઢી ભોળા યુવ

તસવીર: gstv

ઇન્કમ ટેક્સ વિભાગમાં નકલી નોકરીઓ અપાવવાનું બહાનું કાઢી ભોળા યુવાનોને શિકાર બનાવતી એક મોટી ગેંગનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ રેકેટ ચલાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી નકલી વેરિફિકેશન ફોર્મ, ભોગ બનનારા ઉમેદવારોના ઓળખ પત્રો અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી (DCP) રોહિત રાજબીરે આ મામલે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, "અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે આશરે 6 થી 7 બેરોજગાર યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને શિકાર બનાવ્યા છે. આરોપીઓએ આ તમામ ભોગ બનનાર લોકો પાસેથી કુલ 10 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી છે."

ડીસીપીએ વધુમાં ઉમેર્યું કે, આ કેસની તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે. આ સમગ્ર રેકેટ પાછળના મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઇન્ડ) સહિત ગેંગના અન્ય ફરાર સભ્યોને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે.

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઇન્કમ ટેક્સ વિભાગના જ કોઈ અધિકારી કે કર્મચારીની આ કૌભાંડમાં સંડોવણી છે કે નહીં, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. અધિકારીના જણાવ્યા મુજબ, આ તબક્કે આવકવેરા વિભાગના કોઈ સરકારી કર્મચારીની સંડોવણીની શક્યતાને નકારી શકાય તેમ નથી.

આ સમાચાર શેર કરો