મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ ઇન્કમટેક્સ બ્રિજ નીચે કિશોરને સરેઆમ ઢોર માર મારવામાં આવ્યો

અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજ નીચે અંગત અદાવતમાં એક કિશોરને ઢોર માર મારવામાં આવ્યો હ

અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજ નીચે અંગત અદાવતમાં એક કિશોરને ઢોર માર મારવામાં આવ્યો હોવાની સળગતી ઘટના સામે આવી છે. ૭મી જૂનની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં, અગાઉ થયેલા ઝઘડાનું વેર રાખીને પાંચ શખ્સોએ કિશોર પર હિચકારો હુમલો કર્યો હતો.

કિશોરને જાહેરમાં બેરહેમીથી માર મારવાના આ સમગ્ર મામલાને પગલે વાડજ પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે. પોલીસે પાંચ હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાંથી બે આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો