મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadના ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર હુમલા કેસમાં વધુ ત્રણ ઝડપાયા, તમામ આરોપીઓ પોલીસના સકંજામાં

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં રાયોટિંગની એક ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે ત

Ahmedabadના ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર હુમલા કેસમાં વધુ ત્રણ ઝડપાયા, તમામ આરોપીઓ પોલીસના સકંજામાં
આ સમાચાર સાંભળો

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં રાયોટિંગની એક ઘટના સામે આવી હતી, જેમાં પોલીસે તમામ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 7 જૂનના રોજ વહેલી સવારે ઇન્કમટેક્સ બ્રિજ નીચે ફરિયાદી જીતેન્દ્ર ભરવાડના પુત્ર રાજવીર પર કેટલાક ઈસમોએ ગેરકાયદે મંડળી રચીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના અંગે વાડજ પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. 

યુવક પર હુમલો કરનાર તમામ 5 આરોપીઓ ઝડપાયા

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ બે મહિના પહેલા થયેલી એક માથાકૂટ હતી અને આરોપીઓએ જૂની અદાવતનો બદલો લેવા માટે જ આ ષડયંત્ર રચ્યું હતું. 7 જૂનના રોજ આરોપીઓએ ભેગા મળીને પીડિત યુવકને સ્ટીલની પાઇપ અને લાકડાના ધોકા વડે ઢોર માર માર્યો હતો. 

આ સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે અગાઉ મોહિત પરમાર અને કરણ ચૌહાણ નામના આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જ્યારે હવે વધુ તપાસ હાથ ધરીને બાકીના ફરાર આરોપીઓ હિમાંશુ ઉર્ફે બંટો વાઘેલા, સાહિલ વાઘેલા અને રવિન્દ્ર ઉર્ફે રવિ રાજ પુરોહિતની પણ ધરપકડ કરી લીધી છે.

આ અંગે બી ડિવિઝન ACPએ જણાવ્યું હતું કે, વાડજ પોલીસે રાયોટિંગના એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર મામલે વાડજ પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો