મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : આરોપી દંપત્તિને હાઇપ્રોફાઇલ સુવિધા આપવા બદલ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ

અમદાવાદમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી દંપત્તિને હાઇપ્રોફાઇલ સુવિધા આપવા બદલ ઝોન-2

અમદાવાદ : આરોપી દંપત્તિને  હાઇપ્રોફાઇલ સુવિધા આપવા બદલ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ  સસ્પેન્ડ

અમદાવાદમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી દંપત્તિને  હાઇપ્રોફાઇલ સુવિધા આપવા બદલ ઝોન-2 DCPએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. 

ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા 

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી દંપત્તિને  હાઇપ્રોફાઇલ સુવિધા આપવા બદલ ચાંદખેડા PI અને ACP સહિત ચાર પોલીસકર્મીઓને DCPએ સસ્પેન્ડ કરી દીધા છે. ચાંદખેડા PI  અને ACP બંને  DCPને સમજાવવા ગયા પણ અધિકારી ન માન્યા હોવાની ચર્ચા છે. આ ઉપરાંત DCPએ PI  સામે પણ ઈન્કવાયરી આપી હોવાની ચર્ચા છે. 

પોલીસકર્મીઓ પર કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો 

અમદાવાદ શહેર પોલીસની કોમ્બિંગ નાઈટ દરમિયાન ચાંદખેડા વિસ્તારમાં પોલીસે ચેકીંગ માટે કાર રોકાવાનો પ્રયાસ કરતા કારમાં સવાર કારચાલક અનુજ પટેલ અને તેની પત્નીએ પોલીસ પર કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. કારચાલક અનુજ પટેલે  પોલીસ કર્મચારી નિતેશ માળી અને રાયમલભાઈની પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, તો કારમાં સવાર આરોપીની પત્નીએ તેના પતિને કાર ભગાડવા માટે ઈશારાઓ કર્યા હતા. 

પોલીસકર્મીને બોનેટ પર એક કિમી ઢસડ્યો

તે દરમિયાન પોલીસકર્મી રાયમાલ ત્યાં પડી ગયા હતા અને પોલીસકર્મી નિતેશને એક કિલોમીટર સુધી ફોર્ચ્યુનર ગાડીના બોનેટ પર ઢસડી લઈ ગયા હતા. પોલીસકર્મી નિતેશ નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. ચાંદખેડા પોલીસના PI  સહિતની ટીમે કારચાલકને પકડવા પીછો કર્યો હતો છતાં પણ ફોર્ચ્યુનર કારચાલક ફરાર થઈ ગયો હતો. 

પોલીસે આરોપી દંપત્તિની તેના ઘરેથી ધરપકડ કરી 

કાર નંબરના આધારે પોલીસે તપાસ કરતા સાયન્સ સિટી ખાતે તેના ઘરેથી પોલીસે આરોપી પતિ-પત્ની અનુજ પટેલ અને પાયલ પટેલની ધરપકડ કરી હતી. આરોપી અનુજ પટેલ જમીન દલાલી કામ કરે છે.  પૂછપરછમાં પોલીસ કોમ્બિંગ જોઈ ને ડરી ગયો હોવાથી કાર સ્પીડમાં ભગાડી હોવાની કબૂલાત કરી હતી. 

આ સમાચાર શેર કરો