મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં મધરાતે ઉગ્યો 'સૂરજ'! યુવાધન હિલોળે ચઢ્યું, પીધેલા માટે હોસ્પિટલમાં પણ કરાઈ વ્યવસ્થા

સુરતમાં વર્ષ 2024ની વિદાય અને વર્ષ 2025ના આગમનને વધાવી લેવા હજારો લોકો ડુમસ રોડ પર પરિવ

સુરતમાં મધરાતે ઉગ્યો 'સૂરજ'! યુવાધન હિલોળે ચઢ્યું, પીધેલા માટે હોસ્પિટલમાં પણ કરાઈ વ્યવસ્થા

સુરતમાં વર્ષ 2024ની વિદાય અને વર્ષ 2025ના આગમનને વધાવી લેવા હજારો લોકો ડુમસ રોડ પર પરિવાર-મિત્રો સાથે રાત્રે નીકળ્યા હતા. અઠવા લાઇન્સથી વાય જંકશન અને યુનિવર્સિટીથી વાય જંકશન સુધી વાહનોની કતારો લાગી હતી. ઘણા લોકો આ બંને રોડ પર બનાવેલા ફૂટપાથ પર મોડીરાત સુધી બેસેલા પણ નજરે ચઢ્યા હતા. શહેરમાં કેટલાક સ્થળો પર 31stની પાર્ટીનું પણ આયોજન કરાયું હતું, જેમાં યુવક-યુવતીઓ ડી.જે. તાલે ઝૂમ્યા હતા. બીજીતરફ, પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો એટલે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહી હતી, મોડીરાત સુધી કોઈ અનિચ્છનિય ઘટના બની ન હતી પરંતુ કેટલાક દારૂ પીધેલાઓને પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ VIDEO: નવા વર્ષની ઉજવણી કરવી ભારે પડી: શામળાજી બોર્ડર-વલસાડમાં 250થી વધુ દારુ પીધેલાઓ પકડાયા

12 વાગ્યાની રાહ ન જોવાઈ

2024ના વર્ષને અલવિદા કહી 2025ના વર્ષને સુરતીઓ આવકાર્યું ​છે. જો કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તો 12 વાગ્યાની રાહ જોયા વગર દિવસે જ ઉજવણી કરી નાખી હતી. સુરતવાસીઓ શાંતિપૂર્ણ રીતે ન્યૂ યર સેલિબ્રેશન કરી શકે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત સહિતની વ્યવસ્થા કરી હતી. 

દારૂડિયા વધી જતાં હોસ્પિટલમાં વ્યવસ્થા

થર્ટી ફર્સ્ટીની નાઇટ પહેલા સુરત શહેરમાં દારુના નશામાં 400થી વધુ લોકો પકડાયા હતા. તમામને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં લવાયા હતા. વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસોએ ગત તા. 30મીએ 286 વધુ દારૂના નશામાં પકડાયા હતા અને થર્ટી ફર્સ્ટની નાઇટ પહેલા 125થી વધુ લોકો પકડયા હતા. જયારે બે દિવસમાં નવી સિવિલમાં 266 થી વધુ અને સ્મીમેર હોસ્પિટલમાં 140 થી વધુ મળી કુલ 411 થી વધુને મેડિકલ ચેકઅપ માટે લવાયા હતા. 

આ સમાચાર શેર કરો