મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી : બગસરામાં સુડાવડ ગામના યુવકની છરીના ઘા મારી જાહેરમાં હત્યા

Amreli News : અમરેલી જિલ્લામાં હત્યાની ઘટના ઘટી છે, જેમાં બગસરામાં જાહેરમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરવા

અમરેલી : બગસરામાં સુડાવડ ગામના યુવકની છરીના ઘા મારી જાહેરમાં હત્યા

Amreli News : અમરેલી જિલ્લામાં હત્યાની ઘટના ઘટી છે, જેમાં બગસરામાં જાહેરમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો : જામનગરમાં યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરનાર 3 મુસ્લિમ યુવકોની પોલીસે કરી ધરપકડ

શાપર જવાના માર્ગ પર બની ઘટના 

સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ બગસરામાં શાપર જવાના માર્ગ પર સુડાવડ ગામના યુવક જયદીપ વાળાને એક શખ્સે જાહેરમાં છરીના ઘા માર્યા હતા. આ યુવકને લોહીલુહાણ હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. 

પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા

પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.  પોલીસે હત્યારા યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પ્રેમ પ્રકરણમાં આ યુવકની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 

આ સમાચાર શેર કરો