મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: શાહીબાગમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, 4 શખ્સોએ રહેંસી નાખ્યો

શાહીબાગમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ શાહીબાગ પોલીસ

અમદાવાદ: શાહીબાગમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, 4 શખ્સોએ રહેંસી નાખ્યો

શાહીબાગમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં  આવી છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ શાહીબાગ પોલીસે તપાસ આદરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મુજબ શહેરના શાહીબાગમાં જૂની અદાવત રાખીને ઝઘડો કરવામાં આવ્યો હતો. ત્યારે ઝઘડાએ ગંભીરરૂપ ધારણ કરતા આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી વડે અલોક કુસવાહ પર હુમલો કર્યો હતો. જેમાં યુવકનું મોત નિપજ્યું હતું. 4 આરોપીઓએ યુવકની હત્યા કરી હતી.

આરોપીઓને પકડવા ચક્રોગતિમાન

મૃતકના પિતાએ આ સમગ્ર મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિક નિયમો તોડનારની ખેર નથી, હવે સિગ્નલ ન હોય ત્યાં ટ્રાફિકની AI ઈન્ટરસેપ્ટર આપશે મેમો

 

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પુષ્પેન્દ્ર તોમર અન્ય આરોપીઓ વિરુદ્ધ અગાઉ પોલીસ સ્ટેશનમાં 302ની  કલમ અંતર્ગત ગુના નોંધાયેલો છે. તેમ છતાં અન્ય કોઈ ગુના નોંધાયા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો