મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બાંધકામ સાઈટ પર કરંટ લાગતાં યુવકનું મોત, પરિવારમાં છવાયો શોકનો માહોલ

સુરતમાં કરંટ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ચોમાસાની ઋતુમાં ભેજ વધારે

સુરતમાં બાંધકામ સાઈટ પર કરંટ લાગતાં યુવકનું મોત, પરિવારમાં છવાયો શોકનો માહોલ

સુરતમાં કરંટ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ચોમાસાની ઋતુમાં ભેજ વધારે હોવાથી કરંટના બનાવો યથાવત રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પાંડેસરા વિસ્તારના યુવકનું કરંટ લાગતા મોત થયું હતું. જેથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારે સિવિલ હોસ્પિટલમાં ન્યાયની માગ કરીહતી.

પગ અડકી જતાં કરંટ લાગ્યો

તિરુપતિ સર્કલ પાસે આવેલી એક બાંધકામ સાઇટ પર ભરાઈનું કામ ચાલતું હતું. આ દરમિયાન 9 વાગ્યા આસપાસ કામ પૂર્ણ થતાં બાદ તમામ શ્રમિકોની સાથે 29 વર્ષીય કાલુ પણ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને ખુલ્લા વાયર સાથે પગ અડકી જતાં કરંટ લાગ્યો હતો. જેથી તેનું મોત થયું હતું. 29 વર્ષીય કાલુના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો.

ખાનગી બાદ સિવિલ લાવ્યા

સાથી કર્મચારી મહેન્દ્રભાઈએ કહ્યું કે, ભરાઈનું કામ કરીને જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કાલુએ ધ્યાન આપ્યું નહીં હોય. વાયર ખુલ્લો હતો. તેને એકવાર કરંટ લાગ્યો એટલે અમે દોડીને ગયા હતાં. એ દરમિયાન તે ફંગોળાઈ ગયો હતો. રાત્રે સાડા નવ દસ વાગ્યે આ ઘટના સર્જાઈ હતી. પહેલાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. ત્યારબાદ સિવિલમાં લઈ આવ્યા હતાં. અહિં તેને મૃત જાહેર કરાયો હતો.

આ સમાચાર શેર કરો