માંગરોળમાં પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર યુવકે હત્યા અગાઉ કહેલું ‘મારી નહીં તો કોઈની નહીં…’
ગ્રીષ્માકાંડ જેવી જ ઘૃણાસ્પદ ઘટના સુરત જિલ્લાના માંગરોળ ખાતે બહાર આવી હતી. જોકે ચાર દિવસ પહેલા બોરિયા ગામ ખાત

ગ્રીષ્માકાંડ જેવી જ ઘૃણાસ્પદ ઘટના સુરત જિલ્લાના માંગરોળ ખાતે બહાર આવી હતી. જોકે ચાર દિવસ પહેલા બોરિયા ગામ ખાતે કોલેજીયન યુવતીની પ્રેમીએ ચપ્પુના ગળા સહિત શરીર પર ઘા મારી હત્યા કરી હતી. બાદ પ્રેમીએ જાતે ગળા પર ચપ્પુ હુલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
40 ટાંકા લઈ કરાઈ સર્જરી
ઇએનટી સહિતના ડોકટરો ટીમે પ્રેમીના ગળા ભાગે 40 ટાંકા લઈ સર્જરી કરી બચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે યુવતીની હત્યા કરનાર સુરેશ જોગીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે યુવતી સાથે બ્રેકઅપ લઇને વાત કરી રહ્યો છે. મૃતક યુવતી તેજસ્વિની ચૌધરીએ સુરશને સોશિયલ મીડિયામાં બ્લોક કર્યો હતો. આ દરમિયાન યુવતીએ પોતાની પ્રોફાઇલમાં અન્ય યુવક સાથેનો ફોટો મુકતાં સુરેશ હતાશ થઇ ગયો હતો.
6 વર્ષથી પ્રેમમાં હતા
તેજસ્વીનીએ સુરેશ જોગીને કહ્યું હતું કે તેની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઇ છે. સુરેશ અને તેજસ્વીની છેલ્લા 6 વર્ષ એકબીજાના પ્રેમમાં હતા. સુરેશ કહ્યું હતું કે 'મારી નહી તો તને બીજાની નહી થવા દઉં'. આ વીડિયો કારમાં બનાવવામાં આવ્યો હતો, જેમાં સુરેશ પોતાનું દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે. જોકે, તેજસ્વિની હત્યાકાંડના થોડા દિવસો પહેલા આ વીડિયો બનાવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.








