મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં વધુ એક હત્યાનો પ્રયાસ, પૂર્વ પતિ દ્વારા પત્ની પર જીવલેણ હુમલો

અમરેલીમાં જિલ્લામાં વધુ એક મહિલાને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમરેલીમાં મહિલા પ

અમરેલીમાં વધુ એક હત્યાનો પ્રયાસ, પૂર્વ પતિ દ્વારા પત્ની પર જીવલેણ હુમલો

અમરેલીમાં જિલ્લામાં વધુ એક મહિલાને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમરેલીમાં મહિલા પર છરીના ઘા ઝીંકીને તેને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં રાજુલાના ભાક્ષી ગામની મહિલા પર તેના પૂર્વ પતિ દ્વારા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. નાક પર અને કિડના પાછળના ભાગે છરીના ઘા મારીને પૂર્વ પતિ ફરાર થઈ ગયો હતો. પૂર્વ પતિ દ્વારા મહિલાને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

પત્ની શિલ્પાબેનને સારવાર માટે પહેલા સાવરકુંડલા ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘાયલ શિલ્પા બેનનો તેમના પતિ સાથે ઝઘડો અને છૂટાછેડા બાબતે ચાલતા કેસ મામલે મારામારી કરવામાં આવી હતી. આ બાબતે પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો