મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં આડાસંબંધની શંકામાં પત્નીની હત્યા મામલે આરોપી પતિની ધરપકડ

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં ખડકાળા ગામે પટેલ પર

અમરેલીમાં આડાસંબંધની શંકામાં પત્નીની હત્યા મામલે આરોપી પતિની ધરપકડ

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં ખડકાળા ગામે પટેલ પરિવારના ભોજનાલયમાં રૂપિયા 11,000ના પગારથી રસોઈનું કામ કરતા આશાબેન નિમાવત અને તેમના પતિ પરેશભાઈ નિમાવત પોતાના ચાર બાળકો સાથે રહેતા હતા. ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારના સમયગાળા દરમિયાન આશાબેનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી, આ હત્યારો બીજો કોઈ જ નહીં પરંતુ આશાબેન નો પતિ જ નીકળ્યો.

છેલ્લા ઘણા સમયથી આડા સંબંધો અને ચારિત્રની શંકાને લઈ પતિની અવારનવાર હળવી બોલાચાલી થતી. તેમજ પત્ની મોબાઇલમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની પણ તેમના પતિ પરેશભાઈને શંકા હતી. 19 તારીખની રાત્રે પરેશભાઈ ઉર્ફે કાનાભાઈ દિનેશભાઈ નિમાવત જે મૂળ પૂજાપાદર ગામ લીલીયા તાલુકાના વતની છે, અને છેલ્લા બે વર્ષથી ખડકાળા ગામે પટેલ સમાજની રસોડાની રસોઈ બનાવવાનું કામ કરતા. પરેશભાઈ તે જ રાત્રેએ તેમની પત્ની આશાબેન સાથે આ બાબતે ઝઘડો થયો અને વહેલી સવારે બહારથી કોસ લાવી આશાબેનને સાતેક જેટલા ઘા પેટના ભાગે મારી દેતા સ્થળ પર જ આશાબેનનું મૃત્યુ થયું હતું.

પોતાની પત્નીના આડા સંબંધોથી કંટાળી ગયેલા મજબૂર પરેશભાઈ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું પણ પોલીસ પૂછપરછ માં જાણવા મળ્યું છે. જો કે આ ઝઘડામાં બાળકો જાગી ગયા હતા. પરંતુ તેમને સમજાવીને પુંજાપાદર મૂકી જાઉં તેમ કહી પરેશભાઈ બે દીકરી અને એક બે વર્ષનો દીકરાને લઈ પોતાની બાઈકમાં ખડકાળાથી નીકળ્યાં, અને પૂજાપાદર પોતાના કૌટુંબિક ભાઈને ત્યાં મૂકી આવ્યા અને હમણાં આવું છું તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા. ઘટનાની જાણ 11 વાગ્યાની આસપાસ ગ્રામજનોને થઈ ત્યારે ગ્રામજનો દ્વારા સાવરકુંડલા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

તાલુકા પોલીસની ટીમ, ડીવાયએસપી દેસાઈની ટીમ અને એલસીબી સહિતનો કાફલો ખડકાળા ગામે જ્યાં રસોઈ બનાવવાનું સ્થળ હતું ત્યાં પહોંચ્યા અને એફએસએલને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી પંચનામુ કરી સાવરકુંડલા ડેડબોડીને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપ્યું, અને જુદી જુદી ટીમ બનાવી આરોપીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી. મૃતક આશાબેનનું પિયર લાઠી તાલુકાના ખડકાળા ગામે છે હત્યાની ઘટનાની ખબર પડતા આશાબેનના પિતા મુકેશભાઈ પ્રભુદાસ નિમાવત કે જે મંદિરના પૂજારી તરીકે કામ કરે છે, તેઓએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકે પહોંચી તેમના જમાઈ પરેશભાઈ નિમાવત સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

આશાબેન અને પરેશભાઈના 15 વર્ષ પહેલાં લગ્ન થયા હતા તેમને ત્રણ દીકરીઓ અને બે વર્ષનો એક દીકરો છે. મળતી વિગત મુજબ મૃતક આશાબેનના પિતાએ પરેશભાઈની બહેન સાથે પોતાના દીકરાના લગ્ન કર્યા છે એટલે કે બંનેને સામસામાં સંબંધો છે. સાવરકુંડલા પોલીસ અને તેમની ટીમ દ્વારા હત્યા કરીને ભાગી ગયેલા પરેશ નિમાવતની પૂજાપાદર ગામેથી અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ પોતાની પત્નીને આડા સંબંધો અને ચારિત્રહીન હોવાનું જાણવા મળ્યું છે અને પોતે હત્યા કરી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. હાલ સમગ્ર ઘટનાની તપાસ સાવરકુંડલા તાલુકા પોલીસ પીઆઇ ચૌધરી ચલાવી રહ્યા છે.

પતિ પત્ની ઔર વો જેવી ઘટના સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે સામે આવી છે આડા સંબંધોનું ધ્રુજાવી દે તેવું પરિણામ ની ઘટના ખડકાળા ગામે બની છે ત્રણ દીકરીઓ અને એક નાનો દીકરો હાલતો માતા વિહોણા થઈ ગયા છે અને પિતા જેલમાં જશે એટલે આ બાળકો નોંધારા બન્યા છે. આ આડા સંબંધોનું પરિણામ કેટલું ઘાતકી હોય છે તેનો આ સમાજને ચેતવણી રૂપ દાખલો છે

આ સમાચાર શેર કરો