મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં લગ્નના એક દિવસ પહેલાં પ્રેમિકાના ભાવિ પતિની હત્યાને મામલે 2ની ધરપકડ

અમરેલીમાં ધારીના મીઠાપુર ગામે થયેલા મર્ડરને મામલે બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.

અમરેલીમાં લગ્નના એક દિવસ પહેલાં પ્રેમિકાના ભાવિ પતિની હત્યાને મામલે 2ની ધરપકડ

અમરેલીમાં ધારીના મીઠાપુર ગામે થયેલા મર્ડરને મામલે બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. મીઠાપુર ગામે યુવકની લગ્નના એક દિવસ પહેલા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી બે આરોપીઓ ફરાર થયા હતા. જો કે, બને આરોપીઓને ગણતરીના કલાકોમાં ધારી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી સોયબ ઇબ્રાહીમભાઇ સમા અને શોયેબ બાબુભાઇ ઝાખરાને ધારી પોલીસે દબોચી લીધા હતા.

શું હતી સમગ્ર ઘટના?

અમરેલીના ધારીના મીઠાપુર ગામમાં વિશાલ મકવાણા નામના યુવકની લગ્નના એક દિવસ પહેલાં જ હત્યા કરી દેવામાં આવી હતી. લગ્નની આગલી સાંજે વિશાલની ભાવિ પત્નીના પ્રેમી શોએબ સમા નામના વ્યક્તિએ તેને ગામની સીમમાં બોલાવ્યો હતો. વિશાલ ત્યાં પહોંચ્યો બાદમાં તેની હત્યા કરી દેવાઈ હતી. નોંધનીય છે કે, આ પહેલાં પણ શોએબે વિશાલને આ પ્રકારની જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી પરંતુ, વિશાલે તેને ગંભીરતાથી નહોતી લીધી.

માથે પાઇપના અને છરીના ઘા માર્યાં

મૃતકના કાકા કનુભાઈ મકવાણાએ આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મારા દીકરાને માથે પાઇપના અને છરીના ઘા મારવામાં આવ્યા હતાં. આ સિવાય છાતીએ અને મોંઢે પણ ઘા મારવામાં આવ્યા હતાં. હું સરકાર પાસે ન્યાયની માંગ કરૂ છું, આરોપીને ફાંસી અથવા આજીવન કેદની સજા થવી જોઈએ.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સમગ્ર મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લીધો છે. હાલ મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલી આ વિશે વધુ તપાસ હાથ ધવામાં આવી છે. હાલ, મીઠાપુર ગામમાં મૃતકના પરિવાર તેમજ તેની ભાવિ પત્નીના પરિવારમાં શોકનો માહોલ છે.

આ સમાચાર શેર કરો